સંઘવીનો રાજકોટમાં તા.૩૦/૩/૧૯૬૧ નારોજ થયેલ. સંઘવીએ રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કુલનું શિક્ષણ પ્રાપ્ત કરી રાજકોટની સરકારી એ. એમ. પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૮૩થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા હતા.
સંઘવીના માતાપિતાના ધર્મપરાયણતાના અને જીવદયાના સંસ્કારોના કારણે રાજકોટની અનેકવિધ સામાજીક; સેવાકીય અને જીવદયાને લગતી સંસ્થા સાથે જોડાયેલા છે એટલું જ નહીં પરંતુ આ સંસ્થાઓના પ્રકલ્પોમાં તન; મન અને ધન થી જોડાયેલા હતા.
- Advertisement -
સંઘવી રાજકોટમાં અનેક રાષ્ટ્રીય કૃત બેંકો;સહકારી બેંકો;અને પ્રાઈવેટ બેંકોમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત હતા.
રાજકોટની જાણીતી સંસ્થા “બોલબાલા” ટ્રસ્ટની અનેકવિધ સામાજીક; સેવાકીય પ્રકલ્પોમાં જોડાયેલા હતા.. રાજકોટ સિટી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ ના ટ્રાફિકના લગતા અનેક પ્રોજેક્ટમાં અગ્રેસર રહી કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.
ગત વર્ષે કોરોનાના કારણે લોકડાઉનના સમયે આશરે અઢી માસ સુંધી રાજકોટના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ બોલબાલા ટ્રસ્ટના પ્રયાસોથી અને રાજકોટના દાતાઓના સહયોગથી બંને ટાઈમ હજારો લોકોને ભોજનનો પ્રબંધ કરવામાં સંઘવી અગ્રેસર રહ્યા હતા. સંઘવીની આ સેવાઓ ધ્યાનમાં લઈને રાજકોટની જાણીતી સામાજીક સંસ્થા “દીકરાના ઘર” દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરેલ હતા.
- Advertisement -
સંઘવી રાજકોટ સિટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્વના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.રાજકોટ સિટી પોલીસના કર્મીઓ અને પરીવારના આશરે ૧૦;૦૦૦ વ્યક્તિનો બ્લડ ગ્રુપનો ડેટા એકત્રિત કરવાના કાર્યક્રમમાં મહત્વનું યોગદાન રહેલ હતું.
સંઘવીના પરીવારમાં તેમના વયોવૃદ્ધ માતાજી મતી ચંદ્રિકાબેન ;તેમના મોટાભાઇ દિપકભાઇ (ફાઈવ સ્ટાર કેટરર્સ);ડો. કલ્પિત સંઘવી( જાણીતા હોમીઓપેથીક ડોક્ટર) તેમજ તેના ધર્મપત્ની મતી અમીબેન બે પુત્રો રાહુલ અને વિશાલ સહિત તેમના પરીવારજનોને વિલાપ કરતા મૂકીને ઈશ્વરના ધામમાં ચાલ્યા ગયા છે.


