ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
આર ટી ઓ રાજકોટ કચેરી દ્વારા છેલ્લા અઠવાડિયામાં LED લાઈટ અને ઓવર સ્પીડ બાબતે ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓવર સ્પીડ ના 150 જેટલાં વાહનો ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવેલ હતી. અને LED લાઈટના 9 જેટલાં વાહનો ઉપર દંડ કરવામાં કરાયો હતો.159કેસ ઓવર સ્પીડ અને LED લાઈટ 3,09,000/ જેટલો દંડ કરવામાં આવેલ હતો.