ઓવરલોડિંગના 221 કેસમાં રૂ.26.83 લાખનો સૌથી મોટો દંડ; 1296 ગુનાહિત વાહનો પર કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ છઝઘ કચેરી દ્વારા વર્ષ 2025ના ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરતા ગુનાહિત વાહનો પર મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ બે મહિનાના સમયગાળા દરમિયાન કુલ 1296 કેસ પર દંડની કાર્યવાહી કરીને તંત્ર દ્વારા કુલ ₹51,00,826 જેટલો જંગી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં સૌથી વધુ કેસ ઓવરલોડ વાહનોના નોંધાયા હતા, જેમાં 221 કેસ પર કાર્યવાહી કરીને ₹26,83,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જે કુલ દંડની રકમનો મોટો હિસ્સો છે. આ ઉપરાંત, વ્હાઇટ લાઇટ કઊઉ ચેકિંગના 343 કેસમાં ₹3,43,000, ફિટનેસ વગર વાહન ચલાવવાના 82 કેસમાં ₹4,10,000 અને ટેક્સ વગર ચાલતા 14 વાહનો પર ₹3,96,826 નો દંડ ફટકારાયો હતો. ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવનારા 153 કેસમાં પણ ₹3,06,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. છઝઘ દ્વારા રોડ સેફ્ટીના નિયમોનું કડકપણે પાલન થાય તે માટે આ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.



