1,373 વાહનચાલકો સામે વિવિધ ગુના બદલ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા ઓગસ્ટ 2025 દરમિયાન વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. છઝઘ દ્વારા કુલ 1,373 કેસ નોંધીને ₹49,98,078 નો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે.
મુખ્ય ગુનાઓ અને દંડની વિગતો:
ઓવરલોડ વાહનો: સૌથી વધુ દંડ ઓવરલોડ વાહનો પાસેથી વસૂલવામાં આવ્યો છે. 149 કેસમાં ₹18.72 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
34 વાહનો સામે ટેક્સ ભર્યા વિના વાહન ચલાવવા બદલ ₹8.78 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
ફિટનેસ વગરના વાહનો: 108 કેસમાં ફિટનેસ સર્ટિફિકેટ વિના વાહન ચલાવતા પકડાયેલા વાહનચાલકો પાસેથી ₹5.40 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું: 171 કેસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ ₹3.42 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
ઓવર ડાઇમેન્શન અને ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન: 50 ઓવર ડાઇમેન્શનના કેસમાં ₹2.97 લાખ અને 22 ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશનના કેસમાં ₹2.20 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
અન્ય ગુનાઓ: આ ઉપરાંત, વ્હાઇટ લાઇટ કઊઉ (448 કેસ, ₹4.48 લાખ), સીટબેલ્ટ, ઙઞઈ અને વીમા વિનાના વાહનો (240 કેસ, ₹2.61 લાખ), અને રોડ સેફ્ટીના અન્ય ગુનાઓ (78 કેસ, ₹78 હજાર) સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે છઝઘ રાજકોટ દ્વારા વાહનવ્યવહારના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



