પાણીજન્ય રોગ અટકાયતી પગલાંના ભાગરૂપે ફિલ્ડવર્કરો દ્વારા 950 ઘરોમાં ફોગિંગની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના કેસ 4 થઈ ગયા છે. જ્યારે મેલેરિયા અને ચિકનગુનિયાનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે શરદી ઉધરસના કેસ 869, સામાન્ય તાવના 838, ઝાડા ઉલટીના 139, ટાઈફોઈડ તાવના 3 અને કમળાના 4 કેસ નોંધાયા છે. જો કે, આ અઠવાડિયે વરસાદ ના હોવાથી વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં ઘટાડો થયો છે.
- Advertisement -
પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 41335 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 950 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળતા . તે જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 762 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)ની મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 303 અને કોર્મશીયલ 195 આસામીને નોટિસ આ5વામાં આવી હતી. જ્યારે કુલ 15050નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.



