રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા રોગોને નિયંત્રિત કરવા 598 ઘરમાં ફોગીંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
મચ્છરજન્ય રોગચાળાના કારણે લોકોએ સતર્ક રહેવું પડે છે અને આરોગ્ય વિભાગની દોડાદોડી વધી છે. તા.17થી 23 જુલાઈ સુધીમાં મેલેરીયાના 1 અને ડેન્ગ્યુના 2 કેસ આવ્યા છે. નથી. બીજી તરફ સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એક સપ્તાહમાં શરદી, ઉધરસના 272, સામાન્ય તાવના 35 અને ખોરાકજન્ય ઝાડા-ઉલ્ટીના 152 દર્દીની નોંધ થઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
- Advertisement -
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા – 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ -115 દ્વારા તા.17/07/23 થી તા.23/07/23 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 1,37,107 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 598 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ લક્ષ્મીવાડી, મવડી પોલીસ હેડ કવા. વિસ્તારમા, કોઠારીયા સોલવન્ટ 1ર00 કવા. આસપાસનો વિસ્તાર તથા ગણેશ પાર્ક, શિવ શકિત સોસા મે. રોડ, ન્યુ ખોડીયારનગર, આંબેડકરનગર, ગુણાતીતનગર, રૈયાનાકા ટાવરથી 5રા બજાર સુઘીનો વિસ્તાર, વુંદાવન સોસા., ગુંદાવાડી અને કેવડાવાડીમાં, સદભાવના પાર્ક, કૃષ્ણનગર, ઘ્વારકેશ પાર્ક, ગુરૂપ્રસાદ સોસા., સિલ્વર પાર્ક, નવલનગર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલી છે.



