માવઠાંની આગાહી વચ્ચે કાળઝાળ ગરમી યથાવત્
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ ગરમીએ ઘટવાનું નામનથી લીધુ.ગઈકાલે અનેક સ્થળોએ 38 થી 42 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું.રાજયનું સૌથી હોટસિટી 42.5 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું હતું.જયારે સુરેન્દ્રનગરમાં 41.3, વલસાડમાં 41.4 અને ભુજ ખાતે 42.3 ડિગ્રી તેમજ ડિસામાં 40.3, અમદાવાદમાં 37, અમરેલીમાં 39.6, વડોદરામાં 38.4, કંડલામાં 38.4, તથા નલિયા ખાતે 38 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ગોહિલવાડ પંથકમાં બ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં પણ મોડી રાત્રે 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. દરમિયાન ગઈકાલ સવારથી જ તડકો નીકળતા ગરમી શરૂ થઈ હતી.
મંગળવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 29% રહેવા પામ્યું હતું જ્યારે પવન ની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.ઉપરાંત જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી ઉચકાઈને 27.5 ડિગ્રી નોંધાયુ હતુ.ત્યારે મહતપ તાપમાનમાં અડધો ડિગ્રી વધીને પારો 37 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો ગરમી અને ઉકળાટ અનુભવ્યો હતો. કાળઝાળ ગરમી સામે એ.સી.પંખા કુલરની માંગમાં વધારો થયો હતો.
- Advertisement -
માવઠાની આગાહીના પગેલ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે આગાહીને ધ્યાનમાં રાખીને સરકારે પણ ખેડૂતોને તૈયાર પાકને સુરક્ષિત જગ્યા પર ખસેડવા સૂચના આપી છે. ઉલખનીય છે કે જામનગર શહેરમાંસતત બે દિવસથી સૂર્યનારાયણનો આંકડો મિજાજ બપોર દરમિયાન જોવા મળ્યા બાદ તેજીલા પવનના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સાત ટકા ઘટીને 70 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની 11.2 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. કમોસમી વરસાદ બાદ મંગળવારે બપોરે શહેરીજનોએ સૂર્યનારાયણનો આકરો મિજાજ અનુભવ્યો હતો. અને વરસાદ બાદ બફારો વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા.