50 બાળકોને મોહનથાળથી લઈ ફરાળી ચેવડા સુધીની મીઠાઈ-નાસ્તાની ભેટો વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ (RDN Plus) – જેની સ્થાપના 3 માર્ચ 2005ના રોજ એચ.આઈ.વી. પોઝીટીવ લોકો દ્વારા તેમના હિત માટે કરવામાં આવી – દ્વારા 13 ઑગસ્ટે રાજકોટ ઓફિસ ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ અવસરે 50 એચ.આઈ.વી. પોઝીટીવ બાળકોને મોહનથાળ, લાસા લાડવા, ફરસી પુરી, ચકરી, તીખા-મીઠા મિક્સ, ગાઠીયા, સક્કરપારા, સેવ મમરા અને ફરાળી ચેવડા જેવી વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી જેથી તેઓ તહેવારનો આનંદ માણી શકે. આ આયોજનમાં ગોકુલ નમકીન, દર્શનભાઈ કનેરીયા (મીડાસ સેનેટરી, મોરબી), હિતેશભાઈ સેલાની અને જયેન્દ્રભાઈ ભટ્ટી જેવા દાતાશ્રીઓએ સહયોગ આપ્યો. RDN Plusનું મુખ્ય લક્ષ્ય એચ.આઈ.વી. સાથે જીવતા લોકો માટે સક્ષમ વાતાવરણ, સારવાર અને માનવ અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે.