મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ સહિત પાંચ મહાનગરની ટી.પી. સ્કીમને મંજૂરી આપી
રસ્તા, ગાર્ડન અને આવાસ સહિતની સુવિધામાં થશે વધારો
- Advertisement -
8 પ્લોટમાં આવાસ યોજના અંતર્ગત મકાનો બનશે, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન બનશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રૈયા ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં-33 મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં-33 રૈયામાં 10 હજાર ઊઠજ આવાસો બનાવવા માટે 11.26 હેક્ટર્સ સહિત ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેંચાણ માટે મળીને કુલ 39.49 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી પાંચ ટી.પી સ્કીમમાં કુલ મળીને 23,100 ઊઠજ આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ 104.28 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
રૈયા ટી.પી.સ્કીમમાં 54 પ્લોટ અનામત ફાળવવામાં આવ્યા છે. જ્યારે ટી.પી.સ્કીમમાં મનપા કેટલીક જમીનો કબજો લેશે. જેના 57 માલિકોને માંગણી મુજબ મનપા વળતર પણ આપશે. મહાનગરપાલિકા આ સ્કીમમાં ગરીબોને રહેવા માટે 8 પ્લોટ પર આવાસ યોજના પણ બનાવશે. જ્યારે મનપા રહેણાક વેચાણ માટે 86133 ચો.મી.ના 6 પ્લોટ અને વાણિજ્ય વેચાણ માટે 86070 ચો.મી.ના 7 પ્લોટનું વેચાણ કરશે. જ્યારે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 58045 ચો.મી.ના 8 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગાર્ડન, પાર્કિંગ અને ઓપન સ્પેસ માટે 25 પ્લોટ ફાળવશે. જ્યારે આ સ્કીમમાં રેસકોર્સ-2, નવો રીંગ રોડ અને અટલ સરોવરને આવરી લેવાશે. જો કે, મહાનગરપાલિકા આ રૂટ પર બીઆરટીએસ સેવા શરૂ કરવાનું આયોજન પણ કરી રહી છે.
- Advertisement -
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતના શહેરો ઈઝ ઓફ લીવીંગ બને તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને જામનગર એમ પાંચ મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરી આપી છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 23 હજારથી વધુ ઇડબ્લ્યુએસ આવાસોનું નિર્માણ થઈ શકશે તો ખુલ્લી જગ્યા, બાગ બગીચા તથા રમત-ગમતના મેદાન તેમજ આંતરમાળખાકીય સવલતો માટે કુલ 104 હેકટરથી વધુ જમીન પ્રાપ્ત થશે.