ગુજરાત સરકાર તથા મહે. ડી.જી.પી.સાહેબ ગુ.રા.ગાંધીનગરનાઓ તરફથી રાજયમાં ચાલતી બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ ને પકડી પાડી પકડાયેલ ઇસમો ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચના અન્વયે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના (સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, દેવભુમી દ્રારકા )જીલ્લાઓમાં એલ.સી.બી./એસ.ઓ.જી. બ્રાંચ તથા સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની કુલ-૧૨૮ સ્પેશ્યલ ટીમો બનાવી પોતાના જીલ્લા/પો.સ્ટે. વિસ્તારોમાં ચાલતી પેટ્રોલીયમ પેદાસો (બાયોડીઝલ)ની સંગ્રહ તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃતીને નેસ્તો-નાબુદ કરી આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે છેલ્લા ૨૪-કલાકમાં રાજકોટ રેન્જના જીલ્લાઓમાં બાયોડીઝલ અંગેની કુલ-૧૬૩ જગ્યાઓએ રેઇડો કરી ૯(નવ) ગુનાઓ દાખલ કરી બાયોડીઝલ લી.૧૨૨૦૨, કિ.રૂ.૧૭,૪૬,૫૫૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૩,૯૪,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કુલ-૯ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- Advertisement -
આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ રહેશે.