બુધવારે ભસ્મ આરતી, રૂદ્રાભિષેક, સત્સંગ, પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે તા. 26 મી ફેબ્રુઆરી, બુધવારના રોજ મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મંદિરના શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રા, સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે બુધવાર તા.26મી ફેબ્રુઆરીએ શિવરાત્રિ મહોત્સવ અંતર્ગત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સવારે 4 કલાકે ભસ્મ આરતી, રૂદ્રાભિષેક, પૂજન-અર્ચન, દિપમાલા, મહાઆરતી ભાવપૂર્વક કરવામાં આવશે. શિવ ગર્ભગૃહમાં કોઈપણ શ્રદ્ધાળુ પૂજા-પાઠ, અનુષ્ઠાન કરી શકશે. ધોતીયું-મુગટો પહેરીને શ્રદ્ધાળુ ભાગ લે તેવો આગ્રહ રખાયો છે. મંદિરને પણ શણગારવામાં આવશે. રાત્રિના 12 કલાકે મહાઆરતીની વિધિ-વિધાન સાથે સંપન્ન કરવામાં આવશે.
ધાર્મિક કાર્યક્રમોમાં પરોઢે 2 કલાકે અભિષેક, 4 કલાકે ભસ્મ આરતી, 5 કલાકે આરતી ફુલનો શણગાર, 6-30 કલાકે નિયમિત આરતી, બપોરે 12 કલાકે મહાઆરતી, દિપમાલા અને સામુહિક ફરાળ, બપોરે 1-30 કલાકે શણગાર, સાંજે 6-30 કલાકે નિયમિત આરતી, રાત્રિના 9-00 કલાકે આરતી, રાત્રિના 12-00 કલાકે મહાઆરતી, અભિષેક, દિપમાલા, સવારના 3 કલાકે આરતી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. શિવરાત્રિ મહોત્સવમાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી પૂજાવિધિ પૂજારી પ્રવિણભાઈ જોષી કરાવશે. મંદિર તરફથી પૂજા વસ્તુ આપવામાં આવશે.
શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમીપાર્ક આસપાસના રહીશો સામુહિક ફરાળમાં ભાગ લઈ શકશે. મંદિરના શ્રદ્ધાળુઓ પ્રતિ વર્ષ હાજરીઆપે છે. ત્રિપર્વ આરતી, રૂદ્રાભિષેક, પ્રભાત ફેરી, મંદિરનું સુશોભન, શણગારથી સજ્જ કરી શિવમય વાતાવરણ ઉભું કરવામાં આવશે. રૈયા રોડ ઉપરનું માનવતાવાદી માનવ મંદિર સાબિત થયું છે. પ્રત્યેક શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાનમાં લેવામાં આવશે. શિવરાત્રિ મહોત્સવમાં પૂજાવિધિમાં શહેર ભાજપના મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, વોર્ડ નં. 10 ના કોર્પોરેટરો જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, શહેર ભા.જ.5. ના પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ નગરસેવક અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડના પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, વોર્ડના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી રત્નદિપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, પૂર્વ મહામંત્રી પરેશભાઈ તન્ના, શ્યામભાઈ કટ્ટા, મનીષભાઈ ડેડકીયા, પિયુષભાઈ રાજપરા, દર્શિતભાઈ જોશી, આર.એસ.એસ. ના જીતુભાઈ ગોહેલ, સતીષભાઈ ગોહેલ, અનંતરાય રૂપારેલ તથા વોર્ડના હોદ્દેદારોમાં કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, હિતેશભાઈ પંડયા હાજરી આપવાના છે. જીવનનગર વિકાસ સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાની દેખરેખ નીચે તમામ આયોજનો માટે સમિતિ બનાવી છે. પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. શિવરાત્રિની મુખ્ય કામગીરી વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.