અમદાવાદ બ્રાન્ચના મેનેજરની હત્યા મામલે કોર્ટે સજા ફટકારી
બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીનું અપહરણ કરી માર મારતા મોત થયું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની રાજમોતી ઓઇલના અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહીત 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ હત્યા કેસમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલીન પ્રમુખ સમીર શાહની જયપુરથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ અર્થે રાજકોટ પોલીસ જયપુર પહોચી હતી જે હોટલમાં રોકાયો હતો ત્યાંનાં ડોક્યુમેન્ટ તેમજ કાર સહિતના પુરાવાઓ કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી રાજકોટ ઓઇલ મિલનો સિક્યુરિટીમેન ક્રિપાલસિંહ લાવ્યો હતો.
સમીર શાહને આ પ્રકરણમાં મદદગારી કરનાર અને આ ઘટના બાદ ફરાર થઈ ચૂકેલા ઓઇલ મિલના સિક્યુરિટી મેન ક્રિપાલસિહને પકડવા માટે તેના નિવાસસ્થાન ધંધુકાના ઉચડી ગામે રાજકોટ પોલીસે દરોડા પાડ્યા હતા. પરંતુ ત્યાંથી પણ તે મળી આવ્યો ન હતો. ત્યારબાદ બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી રોડ જકાતનકા નજીકથી ક્રીપાલસિહને દબોચી લીધો હતો. તેની પૂછતાછ કરતાં તે પોતે આટલો સમય જુદી જુદી ધાર્મિક જગ્યાઓ તેમજ તેના ઘરે રહ્યો હોવાની કબૂલાત આપી હતી. મૃતક દિનેશ દક્ષિણીને પોતે જ સમીર શાહના કહેવાથી રાજકોટ લઈને આવ્યો હોવાની ચોકાવનારી કબૂલાત આપી હતી. આ કેસમાં એક આરોપી પોલીસ કોન્સટેબલ યોગેશ ભટ્ટ પણ હત્યામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.જેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
શું છે મામલો
ફેબ્રુઆરી, 2016માં રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહના ઇશારે મિલના મેનેજર સમીર ગાંધી સહિત બે શખ્સે અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશભાઇ દક્ષિણીનું અપહરણ કરી લાવ્યા હતાં. બે દિવસ સુધી મિલમાં ગોંધી રાખી ઢોરમાર માર્યા બાદ બેડીપરા પોલીસ ચોકીના સસ્પેન્ડેડ અજઈં યોગેશ ભટ્ટને હવાલે કરવામાં આવ્યા હતાં. યોગેશ ભટ્ટે પણ દિનેશભાઇને એકાદ કલાક સુધી લાકડીઓ ફટકારતાં દિનેશભાઇ ચોકીમાં બેભાન થઇ ગયા હતા અને તેમનું મૃત્યું નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસમાં ગુનો નોંધાતા યોગેશ ભટ્ટની ધરપકડ થઇ હતી અને તેણે એક વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું, જોકે કેસમાં તેનો નિર્દોષ છુટકારો થયો હતો.