માર્ચમાં જ 1.61 કરોડની ટિકીટ ચેકીંગની વિક્રમી વસુલાત , માસ્ક ન પહેરનારા 468 મુસાફરો સામે દંડનીય કાર્યવાહી
રાજકોટ રેલવે ડિવિઝન હેઠળ દોડતી ટ્રેનોમાં નિયમો વિરૂધ્ધ મુસાફરી કરતા લોકો સામે રેલવે તંત્રએ લાખ આંખ કરી છે. કોરોના કાળ પુરો થતા ટ્રેનોમાં ટ્રાફિક વધ્યો છે તેની સામે ટિકીટ વિના મુસાફરી કરનારા પણ વધતા ચેકીંગની ધોેસ બોલાવવામાં આવી છે. માર્ચ 2022 એક મહિનામાં જ રાજકોટ રેલવેએ 22464 મુસાફરો અને નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન 115222 મુસાફરો ટિકીટ વિના ઝડપાતા તેમની પાસેથી 7.11 કરોડની વસુલાત કરવામાં આવી હતી.
રાજકોટ રેલવે ડિવિઝનમાં ટિકીટ ચેકીંગ ઝુંબેશને વેગવાન બનાવવામાં આવી છે. દંડ વસુલીનો આ વર્ષે એક નવો રેકોર્ડ થયો છે. માર્ચ 2022માં જ 22464 મુસાફરો ટિકીટ વિના ઝડપાયા હતા તેમની પાસેથી 1.61 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. રાજકોટ રેલવે ડિવિઝનનાં સિનિયર ડીસીએમ અભિનવ જૈનનાં જણાવ્યા મુજબ તા. 1 લી એપ્રિલથી તા. 31 માર્ચ 2022 સુધીમાં રાજકોટ રેલવેની ચેકીંગ ટીમે ટિકીટ વિના મુસાફરી કરતા કુલ 1.15.522 મુસાફરોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ. 7.11 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.
કોરોનાનાં કારણે 2020 અને 2021 માં મોટા ભાગની ટ્રેનો બંધ હતી પરંતુ ત્યાર બાદ ટ્રેનો તબકકાવાર ચાલુ થતા માર્ચ 2022માં ટિકીટ વિનાનાં મુસાફરી કરનારા પાસેથી 1.61કરોડની અત્યાર સુધીની સોૈથી વધુ ટિકીટ ચેકીંગની માસિક આવક થઈ છે. માર્ચ 2021 માં આશરે 5.34 લાખ, માર્ચ 2019માં રૂ. 1.51 કરોડ ટિકીટ ચેકીંગની આવક થઈ હતી.