ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ પ્રોપર્ટી કન્સલટન્ટ એસોસિએશન દ્વારા ગત તા. 9 મેના રોજ 9માં વર્ષમાં મંગલપ્રવેશ કાર્યક્રમ રાજકોટની પ્રખ્યાત હોટલમાં યોજાયો હતો. સને 2016થી શરૂ થયેલ આ સંસ્થા આજે વટવૃક્ષ બનવા તરફ આગળ વધી રહી છે. નાનામાં નાના પ્રોપર્ટી ક્ધસલટન્ટ મિત્રને એક પ્લેટફોર્મ પૂરું પાડી તેનો બિઝનેશ ગ્રોથ થાય અને બિલ્ડર્સ મિત્રો અને પ્રોપર્ટી ક્ધસલટન્ટ મિત્રોના સંબંધોને કડીરૂપ બની આગળ વધતી સંસ્થા એટલે રાજકોટ પ્રોપર્ટી ક્ધસલટન્ટ એસોસિએશન. હાલમાં આ સંસ્થા રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગરમાં કામ કરી રહી છે અને આ કાર્યક્રમમાં ત્યાંથી પણ મેમ્બર્સ મિત્રોની હાજરી નોંધનીય રહી છે.
કાર્યક્રમની શરૂઆત નેશનલ એન્થમથી કમિટિ મેમ્બર પ્રકાશભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને આગળ ધપાવતા સંસ્થાના સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્થિત દરેક મેમ્બર્સને સંસ્થાની પ્રતિજ્ઞા લેવડાવેલી અને જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં અમો ધીમે ધીમે વિસ્તૃતીકરણ કરી રહ્યા છીએ. રાજકોટ ઉપરાંત જૂનાગઢ, જામનગર, મોરબી, અમરેલી, જેતપુર, ગોંડલ દરેક એરિયામાંથી પ્રોપર્ટી ક્ધસલટન્ટ મિત્રો અમારી સાથે હેન્ડશેક કરવા આવી રહ્યા છે અને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
- Advertisement -
આવનારા દિવસોમાં 300થી વધુ મેમ્બર્સ અમારી સંસ્થાના મેમ્બર હશે.વધુમાં પ્રમુખ અર્પિત શાહે એસોસિએશનની યશોગાથા વર્ણવતાં જણાવ્યું કે એસોસિએશનમાં વાર્ષિક ફી ભરીને ફકત મેમ્બર થવાથી કંઈ પૂરું થતું નથી, દરેક મેમ્બર્સનો પર્સનલ ગ્રોથ થાય તે અમારી નેમ છે. એસોસિએશનમાં જોડાયેલ અને ઉપસ્થિત તમામ મેમ્બર્સનું સ્થળ પર જ પર્સનલ બેઈઝ પહેરાવીને તથા પર્સનલ કોર્પોરેટ ગીફટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્થિત તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે એસોસિએશનના હોદ્દેદારો માત્ર નિમિત્ત છીએ, એક સુચારુ વ્યવસ્થા જળવાઈ તે માટે હોદ્દેદારો જરૂરી છે. ત્યારબાદ ઉપસ્થિત તમામ મેમ્બર્સનો આભાર માન્યો હતો.આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે પ્રમુખ અર્પિત શાહ, ઉપપ્રમુખ જસ્મીન શેઠ, સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નિરજ ખંભાતી, કમિટી મેમ્બર પ્રકાશ શાહ, મુંજાબ ચૌહાણ, વિજય જાની, શૈલેષ શાહ પધાર્યા હતા.



