કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ટ્રેનને લીલીઝંડી; ગોંડલથી રાણાવાવ સુધીના સ્ટેશનોને લાભ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ રેલવે દ્વારા આજથી શરૂ કરાયેલી રાજકોટ અને પોરબંદર વચ્ચેની બે નવી લોકલ ટ્રેનને આજે રાજકોટ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ લીલીઝંડી આપી હતી.
- Advertisement -
આ ટ્રેન સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર પહોંચતા સ્થાનિક અગ્રણીઓ (જેમ કે ગોરધનભાઈ ધામેલીયા અને સરપંચ રમેશભાઈ સરવૈયા) તેમજ ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. મંત્રી માંડવિયાએ જણાવ્યું કે, આજથી શરૂ થયેલી આ ટ્રેનોથી માત્ર 45 રૂપિયામાં રાજકોટ-પોરબંદરની મુસાફરી કરી શકાશે અને ગોંડલથી રાણાવાવ સુધીના તમામ સ્ટેશનોને લાભ મળશે. એક ટ્રેન દરરોજ જ્યારે બીજી સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે.



