નાગરિકોના પ્રશ્રોના ઝડપથી નિરાકરણ આવે તે માટે પોલીસની અનોખી પહેલ: માલવિયાનગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યક્રમનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
હાલ પોલીસ પાસે નાગરિકોના પડતર પ્રશ્ર્નો મોટો પડકાર બની ગયો છે જેમાં સાતત્ય તથા સમન્વય જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એસીપી પશ્ર્ચિમ બી.વી.પંડ્યાની અધ્યક્ષતામાં ” વાત તમારી” ,”ત્રણ વાત અમારી” અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યારે એસીપી બી.જે. ચોધરી (દક્ષીણ વિભાગ)નાઓની સુચનાથી માલવીયાનગર પો.સ્ટે વિસ્તારમાં આવેલી અલ્કા સોસાયટી ખાતે પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજા તથા માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં 50 કરતા વધુ રાજકીય આગેવાનો, વેપારીઓ તથા સોસાયટી આગેવાનો હાજર રહ્યા અને પ્રજાજનોના તમામ પ્રશ્ર્નો સાંભળવામાં આવ્યા હતાં.



