બટાકાની બોરીઓ વચ્ચે ચોરખાનામાં સંતાડી લાવવામાં આવેલો 8257 બોટલ દારૂ-બિયર કબ્જે આગ્રાના ડ્રાયવર-ક્લિનરની 54 લાખના મુદામાલ સાથે ધરપકડ : સપ્લાયર-રીસીવરની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પોલીસને અંધારામાં રાખી જુના માર્કેટિંગ યાર્ડમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બટાકાની બોરીઓની આડમાં લાવવામાં આવેલો 33.37 લાખનો દારૂ-બિયર ભરેલ ટ્રક સાથે ડ્રાયવર અને ક્લીનરની ધરપકડ કરી 53.95 લાખનો મુદામાલ કબ્જે કરતા ચકચાર મચી જવા પામી છે આટલી મોટી રેઇડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે આગ્રાના શખ્સે બટાકાની 400 બોરી નીચે ચોરખાનું બનાવી તેમાં દારૂ સંતાડ્યો હતો આ દારૂ રાજકોટ તો પહોંચી ગયો પરંતુ બુટલેગર રિસીવ કરે તે પૂર્વે કે એસએમસી પહોંચી ગઈ હતી અને બુટલેગરોના મનસૂબા ઉપર પાણીઢોળ કરી નાખ્યું હતું.
રાજ્યભરમાં દારૂ-જુગારનું દુષણ ડામવા સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિરલિપ્ત રાય અને એસપી મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ ટિમો સતત કાર્યરત છે લગભગ એકેય દિવસ એવો નહિ પસાર થતો હોય કે જયારે એસએમસીએ રાજ્યમાં કોઈ એક કેસ કર્યો ન હોય ત્યારે હવે આ એસએમસીના પીએસઆઈ કે. ડી.રવીયા ટીમ સાથે રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં ત્યારે એએસઆઈ નરેશભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, વસીમભાઈ બુખારી સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે રાજકોટ આરટીઓની બાજુમા પોપટભાઇ સોરઠીયા જુના માર્કેટીંગ યાર્ડમાં આવેલી લવલી આલુ ભંડાર નામની દુકાન આગળ ટ્રક .નં.છઉં-17-ૠઅ-4513 માં બટાકાની બોરીઓની આડમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવવામાં આવનાર છે જે રાજકોટના બુટલેગરને આપવાનો છે આ ચોક્કસ બાતમી આધારે ટીમ દ્વારા જુના માર્કેટિંગ યાર્ડમાં વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બપોરે બાતમીવાળો ટ્રક આવ્યો હતો અને લવલી આલુ ભંડાર નામની દુકાન પાસે ઉભો રહ્યો હતો ત્યારે જ એસએમસીની ટીમે ટ્રક કોર્ડન કરી ડ્રાઈવર તથા ક્લિનરને સકંજામાં લઈ નામઠામ પુછતા ડ્રાઇવરે પોતે આગ્રાનો અલીમુદ્દીન શ્રીલાલ તૈલી અને ક્લીનરે પોતાનુ નામ આગ્રાનો સૈતાનસિંહ શ્રીકૈલાશજી નાઈ હોવાનુ જણાવ્યુ હતું બાદમાં પોલીસે ટ્રકની કેબિનમાં તપાસ કરતા ડ્રાઇવર સીટની પાછળ ચાર બોલ્ટ મારી પાટીપુ મારેલ હોય જે ડ્રાઇવર પાસે ખોલાવી જોતા તેમાં બટાકાની 400 બોરીઓમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
જે બાદ ટ્રક બી. ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની 8257 બોટલો જેની કિંમત 33.37 લાખ થતી હોય તે દારૂ, ટ્રક સહિત કુલ 53.95 લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ બંને શખ્સોની પૂછતાછ શરુ કરી હતી.
પોલીસ પાસે પોપટ બની ગયેલા અલીમૂદીને જણાવ્યું હતું કે આગ્રાના ભોજપુર ગામનો મોનુ મલુઆ તૈલી સબંધમાં કુટુંબી સાળો થાય છે તે પણ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે પોતે કયારેક સાળાની ટ્રકમાં પણ ડ્રાઇવીંગ કરે છે. ગઇ તા.12 ના સાળાએ આગ્રા, બીચપુરી ફાટક પાસે બોલાવી તેના ટ્રાન્સપોર્ટની ઉપરોક્ત ટ્રક આપી હતી અને સાથે બીજો ડ્રાઇવર-કમ ક્લિનર તરીકે સૈતાનસિહ નાઈનો આવશે તેમ જણાવી બન્નેને રસ્તામા ખર્ચા માટે 4000 રૂપિયા આપ્યા હતા અને જણાવેલ કે તેમાં ગુપ્ત ખાના બનાવી દારૂ સંતાડ્યો છે રાજકોટ માર્કેટ યાર્ડમા બટાકાનો જથ્થો ખાલી કર્યા બાદ મોનુને ફોન કરવાનો અને મોનુ રાજકોટ શહેરમા જયાં કહે ત્યા જઈ ગુપ્ત ખાનામા છુપાવેલ દારૂનો જથ્થો આપવા જવાનુ કહ્યું હતુ એક ફેરો મારવાના 8000 રૂપિયા આપવાનુ નક્કી કર્યું હતુ હાલ એસએમસીની ટીમે બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે અને આગળની તપાસ થોરાળા પીઆઈ એન.જી.વાઘેલા અને ટીમે શરુ કરી છે.
બી ડિવિઝન વિસ્તારમાં ધમધમતા દારૂ-જુગારના હાટડા
પેડક રોડ ઉપર આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી લગભગ 500 મીટર દૂર આવેલા જૂના યાર્ડમાં 33.37 લાખનો દારૂ ભરેલો ટ્રક પહોંચવાનો છે તેની માહિતી એસએમસીને મળી ગઈ હતી પરંતુ સ્થાનિક પોલીસને આ માહિતી કેમ ન મળી તે પણ પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે આ વિસ્તારમાં દેશી, વિદેશી દારૂ, વર્લી મટકાનાના જુગારના અડ્ડાઓ બેફામ ધમધમી રહ્યા છે પોલીસની છત્રછાયા નીચે બેરોકટોક બે નંબરી ધંધા ચાલી રહ્યા હોવાનો ઘાટ સર્જાઈ રહ્યો છે.



