રાજકોટ પોલીસએ તમામ ગણેશ પંડાલના આયોજકો સાથે કરી બેઠક
તકેદારી રાખવા સૂચના અપાઈ: દરેક સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
સુરતની બનેલી ઘટના બાદ હવે રાજકોટ પોલીસ એક્શનમોડ મા આવી ગઈ છે. રાજકોટ પોલીસ એ તમામ ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક કરી હતી. અને માહિતી મેળવી હતી. સાથે જ આયોજકો ને તકેદારી બાબતે સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટમાં 323 જગ્યાએ ગણપતિના પંડાલ છે. સુરત મા બનેલી પથ્થર મારાં ની ઘટના બાદ પોલીસ દ્વારા પંડાલ, વિસર્જન અને આગામી ઈદના તહેવારને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.અને આયોજકો સાથે મિટિંગ પૂર્ણ થયા બાદ તમામ પોલીસ મથકના પીઆઈ સાથે પણ બેઠક યોજાઇ હતી. જેમાં પેટ્રોલિંગ તેમજ દરેક સમાજના લોકો સાથે સંપર્કમાં રહેવાની કાળજી રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તાર તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં ડ્રાઇવ યોજાશે.અને દરેક સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા. આ તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળાં વિખેરવા 10થી વધુ ટીયરગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો.
ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસનાં ધાડેધાડાં ઉતારી કોમ્બિગ શરૂ કરાયું હતું. આ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બપોરે જાહેર કરેલા આંકડા મુજબ, 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ માહોલ છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.