કારના ટેલ લાઈટ, પેટ્રોલ ટેંક, સ્પેર વ્હીલ, આર્મ્સ રેસ્ટને ચોરખાના બનાવી નાખ્યા
વલસાડનો શખ્સ રાજકોટમાં સપ્લાય કરે તે પહેલાં જ દબોચી લીધો, 375 બોટલ દારૂ, કાર સહિત 3.77 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બુટલેગરો દારૂની ફેરાફેરી કરવાં નવા નવા કિમીયા અપનાવી રહ્યાં છે જેની સામે પોલીસ પણ એટલી જ એલર્ટ થઇ તમામ પ્લાન પોલીસ ફેઈલ કરી રહી છે વલસાડના બુટલેગરે કારમાં ચોરખાનામાં બનાવી તેમાં સંતાડેલો દારૂ રાજકોટમાં સપ્લાય કરે તે પૂર્વે બી. ડિવિઝન પોલીસે ટેલ લાઈટ, પેટ્રોલ ટેંક, સ્પેર વ્હીલ, આર્મ્સ રેસ્ટની જગ્યાએ સંતાડેલો 375 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂ.3.77 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, એડી સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજનસિંહ પરમાર, એસીપી આર.એસ.બારીઆએ દારૂ-જુગારની બદી નાબુદ કરવાની આપેલ સૂચનાથી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એસ.રાણેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી.ચૌધરી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા અને નરેશભાઈ ચાવડાને દારૂ ભરેલ કાર બી. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી પસાર થવાની છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે દારૂ ભરેલ કારને અટકાવી કાર ચાલક વલસાડના ધર્મેશ છીબુ નાયકા ઉ.44ની અટક કરી કારની અંદર પોલીસે તપાસ કરતાં કંઈ શંકાસ્પદ જોવાં મળ્યું ન હતું જે બાદ કારચાલકની સઘન પૂછતાછ કરતાં પકડાયેલ શખ્સે કારને ચોરખાનામાં પરિવર્તિત કરી નાંખી હોવાની કબૂલાત આપતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી બુટલેગરે કારની પાછળની લાઈટની અંદર ચોરખાનું બનાવી તેમજ પેટ્રોલ ટેંકમાં, આર્મ્સ રેસ્ટની નીચે, તેમજ સ્પેર વ્હીલની જગ્યામાં પણ સંતાડેલો દારૂ કાઢી આપતાં બુટલેગરના નવા કિમીયા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી
પોલીસ સ્ટાફે બુટલેગર ધર્મેશ નાયકની ધરપકડ કરી અલગ અલગ બ્રાન્ડની 375 બોટલ દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.3.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી હતી.