355 કેસમાં ઝડપાયેલી 80,950 બોટલોનો સોખડા અને નાકરાવાળી વચ્ચે નાશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં દારૂબંધીની અસરકારક કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ શહેર પોલીસે જુદા જુદા 355 કેસમાં પકડેલા 3,49,95,603 રૂપિયાની 80,950 દારૂ-બીયરની બોટલ-ટીન ઉપર રોડરોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
સોખડા-નાકરાવાડી વચ્ચે ખરાબામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂની હેરાફેરી ઉપર વિશેષ વોચ રાખવામાં આવી રહી છે ત્યારે વર્ષ 2024-25 દરમિયાન શહેર પોલીસે જુદા જુદા 355 કેસ કર્યા છે આજે તમામ ડીવીઝન દ્વારા પકડવામાં આવેલા દારૂ ઉપર રોડ રોલર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો જેમાં ઝોન 1 દ્વારા 148 કેસમાં 1,21,31,190 રૂપિયાની કિમતનો 38,415 દારૂ-બીયરની બોટલ પકડવામાં આવી હતીતેમજ ઝોન 2 દ્વારા 147 કેસમાં 28,47,690 રૂપિયાની કિમતની 5243 દારૂ-બિયરની બોટલ કબજે કરવામાં આવી હતી જયારે ક્રાઈમ બ્રાંચ દ્વારા માત્ર 60 કેસોમાં 2,00,16,723 રૂપિયાની કિમતની 37,392 દારૂ-બિયરની બોટલ કબજે કરવામાં આવી હતી ઉપરોક્ત તમામ દારૂ-બીયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દઈ નાશ કરવામાં આવતા દારૂની નદીઓ વહી હતી.



