31 ડિસેમ્બર પૂર્વે શરાબની 88000 બોટલનો નાશ કરતાં દારૂની નદીઓ થઈ વહેતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર પોલીસ દ્વારા બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે અને વર્ષ દરમિયાન પકડવામાં આવતા દારૂનો વર્ષના અંતે નાશ કરવામાં આવતો હોય છે તે અંતર્ગત આજે રાજકોટની ભાગોડે સોખડા ગામે રાજકોટ પોલીસે 615 કેસમાં પકડેલ 2 કરોડ 68 લાખની કિમતની 88000 બોટલ દારૂ ઉપર બોલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો 31 ડિસેમ્બર પૂર્વે પોલીસે ઓપરેશન હાથ ધરી દારૂનો નાશ કરતાં દારૂની નદીઓ વહેતી થઈ હતી. રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 સજ્જનસિહ પરમારએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે છતાં અન્ય રાજયોમાંથી ઘૂસાડવામાં આવતો દારૂ પોલીસ પકડી પાડતી હોય છે ત્યારે રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2023ના દારૂના 615 કેસો કરવામાં આવ્યા હતા જેમાં પકડાયેલ 2 કરોડ 68 લાખ 38 હજારની કિમતના 88000 બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ઝોન વાઈજ જોઈએ તો ઝોન 1 હેઠળના પોલીસ મથક દ્વારા 274 કેસો કરી 1 કરોડ 16 લાખની કિમતનો 45000 બોટલ કબજે કરવામાં આવ્યો હતો જેના ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે જ્યારે ઝોન 2 હેઠળના પોલીસ સ્ટેશન દ્વારા 261 કેસો કરી 37 લાખની કિમતની 12320 બોટલ દારૂ પકડવામાં આવેલ જેનો પણ નાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ક્રાઇમ દ્વારા 1 કરોડ 14 લાખની કિમતનો 29000 બોટલ દારૂ પકડવામાં આવેલ તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો 31 ડિસેમ્બર પૂર્વે પોલીસે પકડેલા દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેતાં દારૂની રીતસરની નદીઓ વહેતી જોવા મળી હતી.
રાજકોટ પોલીસે 615 કેસમાં પકડેલા 2.68 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું
