ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં બેફામ બનેલા બૂટલેગરો દ્વારા બેરોકટોક દેશી-વિદેશી દારૂનો જંગી જથ્થો વિવિધ જિલ્લાઓમાં ઉતારી રહ્યાં છે. ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી બુટલેગરો પર ધોંસ બોલાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ જખઈ દ્વારા વિદેશી દારૂ અંગે દરોડા પાડ્યા બાદ શહેર અને જિલ્લા પોલીસ સાબદી બની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી રહી છે. આજે રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. જેમાં શાપર વેરાવળ નજીક પડવલા રોડ પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો જે ટ્રકમાં ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો જો કે ગઇકાલે રૂરલ કઈઇએ કરેલ દરોડા અને આજે શાપર પોલીસે કરેલ દરોડામાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
શાપર-વેરાવળ પોલીસની કામગીરી ટ્રકમાંથી 4668 નંગ દારૂનો જથ્થો ઝડપાયો, દરોડા પૂર્વે જ બુટલેગર ફરાર
- Advertisement -
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ દ્વારા પડવલા રોડ પરથી એક ટ્રકના ચોર ખાનામાંથી કુલ 4,668 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી ટ્રક સાથે કુલ 29,05,150 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.
બંધ ગોડાઉનમાં 6000થી વધુ બોટલ ઝડપાઇ
ગઈકાલે રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને ખાનગી ટ્રાવેલ્સની બસમાં આટકોટ પોલીસે દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યો હતો. જયારે રૂરલ કઈઇએ પણ ૠઈંઉઈ વિસ્તારમાં બંધ ગોડાઉનમાં પડેલ ટ્રકમાંથી 6000થી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તો આ તરફ રાજકોટ શહેર પોલીસે પણ પુનિતનગર વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.34.53 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
નકલી દારૂની ફેક્ટરી કેસમાં PI ચૌધરીને સસ્પેન્ડ કરાયા
રાજકોટમાં ડિસેમ્બર 2022માં જખઈ એ કરેલ દરોડામાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં નવાગામ ખાતે નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું જેને લઇ સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હોય કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પટેલ પરિવાર પાસેથી કરોડોનું વ્યાજ પડાવી અને જમીનો લખાવી લેનારા વ્યાજમાફિયાઓ પર પગલાં લેવાશે
વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા અને ધીરૂ કુંગશીયાના ત્રાસમાંથી છૂટવા પટેલ પરિવાર લોકદરબારનાં શરણે
અગાઉ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી ચૂક્યો છે પટેલ પરિવાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ગીતાબેન શૈલેષભાઈ પટેલે વ્યાજખોરો રાજકોટ બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં વ્યાજખોરો જીતેન્દ્ર આરદેશણા, અરુણા આરદેશણા, અર્જુન આરદેશણા, બ્રિદા આરદેશણા, બીના આરદેશણા, કિશોર આરદેશણા, મનસુખ કલોલા, એલ્વીન કલોલા, પ્રવીણચંદ્ર કોઠારી, તુલસી પાડલિયા, જયંતિલાલ પટેલ, માંડણ કુંગશીયા, ધીરુ કુંગશીયા, મુકેશ વૈષ્ણવ, રામજી વૈષ્ણવ વિરુદ્ધ વ્યાજે લીધેલી રકમ પરત કરેલી હોવા છતાં મિલ્કત પડાવી લેવા, ચેકના દુરુપયોગ કરવા તથા ધાક-ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. હવે જ્યારે આજે રાજકોટ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા લોકદરબાર યોજ્યો છે ત્યારે વ્યાકખોરોથી પીડિત પટેલ પરિવાર ન્યાયની આશા સાથે રાજકોટ પોલીસના લોક દરબારમાં પહોંચ્યો છે. વ્યાજખોર જીતેન્દ્ર આરદેસણા સહિતનાઓએ પટેલ પરિવાર પાસેથી ગોંડલ તાલુકાના મોવિયા ગામે, રૂપાવટી ગુંદાળા ગામે, બિલિયાળા ગામે, જેતપુર તાલુકાના રબારીકા ગામે, લોધિકા તાલુકાના ચિભડા ગામે, પીપળિયા પાળ ગામે આવેલી વિવિધ ખેતી-બિનખેતીની આશરે પચાસેક કરોડો રૂપિયાની જમીન લખાવી લીધી છે. જીતેન્દ્ર આરદેસણાએ આશરે 3 કરોડ રૂપિયા વ્યાજે આપવાના બદલામાં 5 કરોડ રૂપિયા રોકડા અને 50 કરોડ રૂપિયાની જમીન પોતાના જાણીતાઓના નામે કરાવી લીધી હતી, બાદમાં ગીતાબેન શૈલેષભાઈ પટેલના પરિવારે જીતેન્દ્ર આરદેશણા વ્યાજે આપેલા પૈસાની મૂળ કિંમત અને તેની પર લાખો તોતિંગ વ્યાજ વસૂલી લીધું હતું. હજુ વધુ પૈસા પડાવવાની અને મિલ્કત પચાવી પાડવાની લાલચમાં તેણે કરોડો રૂપિયાની ખેતી-બિનખેતીની જમીનના દસ્તાવેજ ગીતાબેન શૈલેષભાઈ પટેલને પરત લખી આપ્યા નથી. તેથી આજરોજ ગીતાબેન શૈલેષભાઈ પટેલે વ્યાજખોર જીતેન્દ્ર આરદેસણા અને ધીરુ કુંગશીયાના ત્રાસથી કંટાળી રાજકોટ પોલીસ દ્વારા આયોજીત લોકદરબારના શરણે ગયા છે. અહીં પટેલ પરિવારને તેમની પાસેથી કરોડોનું વ્યાજ પડાવી અને જમીનો લખાવી લેનારા વ્યાજમાફિયાઓ પર પોલીસ પગલાં લેશે એવી આશા છે.
પોલીસ પકડથી બચવા જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયાનાં ધમપછાડા
રાજકોટના પટેલ પરિવારને વ્યાજે પૈસા આપી બદલામાં કરોડો રૂપિયા રોકડા કટકટાવી લેનારા તેમજ કરોડો રૂપિયાની જમીન લખાવી લેનારા જીતેન્દ્ર આરદેશણા ઉપરાંત ધીરુ કુંગશીયા સહિતનાઓ પોલીસ પકડથી બચવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ખાસ કરીને વ્યાજખોર ધીરુ કુંગશીયા રાજકીય ભલામણ અને પોલીસખાતાની જ લાગવગ લગાવવા લાગ્યો છે. ગમે તે ઘડીએ પોલીસ ધીરુ કુંગશીયાની ધરપકડ કરી શકે છે, પોલીસ પૂછપરછ અને ધરપકડ બચવા ધીરુ કુંગશીયાએ અવનવા રસ્તાઓ શોધવાના શરૂ કરી દીધા છે.
વ્યાજખોરો વિરૂદ્ધ કડક પગલાં ભરવાનું પટેલ પરિવારને આશ્ર્વાસન આપતા ઈઙ
આજ રોજ વ્યાજંકવાદ વિરુદ્ધ રાજકોટ પોલીસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરોના ત્રાસ તેમજ છેતરપિંડીથી પીડિત પટેલ પરિવારે ન્યાયની આશા સાથે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પટેલ પરિવારને વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ વિભાગ કડક પગલાં ભરશે એવું આશ્વાસન આપ્યું હતું આ સાથે જ જણાવ્યું હતું કે, રાજકોટ બી ડિવિઝન પોલીસસ્ટેશન પણ સમગ્ર મામલાની કાર્યવાહી ઝડપથી આગળ ધપાવશે. રાજકોટ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરશે અને પીડિતોને ન્યાય અપાવશે એવું પટેલ પરિવારને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું.
ભૂતકાળની રાજકોટ પોલીસ જેવું, વર્તમાન રાજકોટ પોલીસ નહીં કરે: વ્યાજખોરો પાસે રહેલા પટેલ પરિવારના દસ્તાવેજ પોલીસ જમા કરશે?
વ્યાજખોરોથી પીડિત ગીતાબેન શૈલેષભાઈ પટેલ અને તેમના પરિવારે પ્રથમવાર રાજકોટના બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એવું નથી. ભૂતપૂર્વ રાજકોટ પોલીસ કમિશનરના શાસનકાળમાં પણ તેઓએ વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા સહિતનાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ સમયે પોલીસે વ્યાજખોરો પાસેથી પટેલ પરિવારે લખી આપેલા દસ્તાવેજો જમા કર્યા નહતા. હવે જ્યારે વર્તમાન પોલીસ કમિશનર દ્વારા રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે વ્યાજખોરો પાસે રહેલા પટેલ પરિવારના દસ્તાવેજો પોલીસ જમા કરી પટેલ પરિવારને ન્યાય અપાવશે એવું લાગી રહ્યું છે.