રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન તથા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ રાજકોટ PCBએ ઝડપી પાડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલી હોય જે સુચના અન્વયે પી.સી.બી. ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેકટર એમ.જે.હુણ તથા પોલીસ સબ ઇન્સપેકટર પી.બી.ત્રાજીયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પી.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબલીયાપરા શેરી નં.5 મહાકાળી પાન વાળી શેરી મકાનમાંથી તથા રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાળીયા ગામની ડેમી(મિતાણા) નદીના પશ્ચિમ કાંઠે જાળીયા ગામથી ઉતર તરફની સીમમાં જાહેરમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પકડી પાડવામાં આવી હતી.
આરોપીઓમાં મુનાભાઇ શંભુભાઇ સોલંકી ઉ.વ.35), નિતેષભાઇ ભનુભાઇ સોલંકી ઉ.વ.45, રમેશભાઇ ભનુભાઇ સોલંકી ઉ.વ.50, સુરેશભાઇ બચુભાઇ સોલંકી ઉ.વ.49 તેમજ અન્ય આરોપી અંજુબેન વિશાલભાઈ સોલંકી પકડવાના બાકી હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ લીટર-104 કિ.રૂા.20,800/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-2800 કિ.રૂા.70,000/- તથા બળેલો આથો લીટર-200 કિ.રૂા.00/00 તથા દેશી દારૂ બનાવવાના ભઠીના સાધનો જેની કુલ કિ.રૂા.4750/- મળી કુલ કિ.રૂા.95,550/- નો મુદામાલ અને ફુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ લીટર-475 કિ.રૂા.95000/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-3920 કિ.રૂા.98,000/- તથા બળેલો આથો લીટર-350 તથા દેશી દારૂ બનાવવાના ભઠીના સાધનો જેની કુલ કિ.રૂા.2625/- મળી કુલ કિ.રૂા.1,95, 625/- નો મુદામાલ ઝડપી પાડ્યો છે.
- Advertisement -
આ કામગીરી પી.સી.બી. ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.કોન્સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, હિરેનભાઇ સોલંકી, વાલજીભાઇ જાડા, નગીનભાઇડાંગરએ હાથ ધરી હતી.