ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટમાં પૂરજોશમાં સક્રિય થયેલ પીસીબીની ટીમે એક જ દિવસમાં દેશી અને વીદેશી દારૂના છ દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી એકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે છ દરોડા પાડયા છે જેમાં જંગલેશ્વરના ઈરફાન ઈસાકભાઈ જૂણેજાને 6000ના દારૂ સાથે દબોચી લીધો હતો જ્યારે દૂધસાગર રોડ પર રહેતા સાજિદ હબીબભાઈ બુટાને 5400ના દારૂ સાથે પકડી લીધો હતો એમપીના કૈલાસ સેવલાભાઈ ઉર્ફે શિવાભાઈ કોચરાને 6400ના દારૂ સાથે પકડી લીધો હતો તેમજ 18 હજારનો દારૂ કબજે કરી યાસીન અક્બરભાઈ શાહમદારની શોધખોળ હાથ ધરી છે તેમજ હંસાબેન શામજીભાઇ વરાણીયાને 23 હજારના દેશી દારૂ સાથે અને ક્રિષ્નાબેન કૈલાસભાઈ પીપળીયાને 20 હજારના દેશી દારૂ સાથે દબોચી લીધા હતા.