રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહજી વાળાની ઠોસ રજુઆતના પગલે ઢેબરભાઈ રોડ નાગરિક બેંક ચોકથી રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન રોડ વન-વે હતો તે હવેથી ખુલ્લો મૂકી દેવાયો.
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એ.સી.પી. ખુરશીતસિંહ, મીણા સાહેબ, જાડેજા સાહેબનો અભાર વ્યક્ત કરતા સુરેન્દ્રસિંહજી વાળા પ્રજામાં ઉત્સાહની લાગણી.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહજી વાળા સમક્ષ અનેકવાર રાજકોટની પ્રજા-રાહદારી દ્વારા રાજકોટ નાગરિક બેંક ચોક થી રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન સુધી જાહેર માર્ગ ઢેબરભાઈ રોડ વન-વે હતો. જેના કારણે શહેરીજનોને ખુબ જ મુશ્કેલી પડતી. જેના અનુસંધાને લોકો દ્વારા અવારનવાર રજુઆત કરવામાં આવેલ.
જે રજુઆત ધ્યાનમાં લઇ, સુરેન્દ્રસિંહજી વાળાએ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સમક્ષ વિગતવાર રજુઆત કરેલ. જે રજુઆત ધ્યાન પર લઇ, અંતે આ પ્રશ્નને પૂર્ણવિરામ આપી રાજકોટની પ્રજા રાહદારીઓનો પ્રશ્ન હલ થયો. ઘણા સમયથી આ પ્રશ્નથી રાહદારીઓ હેરાન પરેશાન થયા હતા, આ પ્રશ્નનો હલ થતા, લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી. આ પ્રશ્ન હલ કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહજી વાળા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબનો આ તકે આભાર માને છે.