બાળકોમાં નાનપણથી બેંકિંગ વ્યવહારની ટેવ પડે છે અને બચતનું મહત્વ સમજે છે : દિનેશભાઇ પાઠક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સહકારી ક્ષેત્રમાં અગ્રેસર, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. એક નવી જ પહેલ સાથે બેંકિંગ કાર્ય કરી રહી છે, તે છે 10 વર્ષથી વધુ અને 18 વર્ષ સુધીના બાળકોના બચત ખાતા ખોલવા અને તેમની જ સહીથી તે ખાતુ ઓપરેટ પણ કરી શકાય. આ મિશન નેક્સ્ટ જનરેશન પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 91માં 215 વિદ્યાર્થીઓના બેંક બચત ખાતા ખોલાયા.
આ અંગે બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે માહિતી આપતા જણાવ્યું કે, ‘ફક્ત બેંકિંગ કાર્ય જ નહિ પરંતુ બેંકિંગની સાથોસાથ કંઇક વધુ આપી શકીએ તો ચોક્કસ આનંદ આવે. અમો માયનોર બાળકોના ખાતા ખોલીએ છીએ અને નિયત રકમનાં વ્યવહારની છુટ આપવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી બાળકો નાનપણથી જ બેંકિંગ વ્યવહારથી પરિચિત થાય છે અને બચતની સારી ટેવ કેળવાય છે.
બેંકના મિશન નેક્સ્ટ જનરેશનની વાત કરીએ તો, આ પ્રોજેક્ટ હેઠળ સંખ્યાબંધ ખાતા ખુલ્યા છે. અનેક શાળાના બાળકોના ખાતા ખુલ્યા છે અને નિયમીત વ્યવહાર કરે છે.
આ પ્રકારના બેંક ખાતામાં બાળક ચેકમાં પોતાની સહીથી વ્યવહાર કરી શકે છે, તેમને એટીએમ કાર્ડ આપવામાં આવે છે, ચેકબુક અને પાસબુક આપવામાં આવે છે. ઘણીવાર નાની રકમની બચત કરી હોય તો પણ બાળક ખાસ બેંક ઉપર આવે છે હરખભેર પાસબુક લખાવે છે અને પોતાના ખાતામાં રકમ વધતી જોઇને આનંદ અનુભવે છે.’
શાળા નં. 91ના આચાર્ય મેહુલભાઇ મકવાણા તથા ચેતનાબેન મજીઠીયાએ હર્ષભેર જણાવ્યું કે, ‘જનરલ બેંકિંગ આપણે સહુ જાણીએ છીએ પરંતુ જ્યારે અમોએ જાણ્યું કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. વિદ્યાર્થીઓના બચત ખાતા ખોલે છે અને તે પણ ઝીરો બેલેન્સથી અને વિદ્યાર્થીઓની પોતાની સહી જ ખાતુ ઓપરેટ કરી શકાય તેવી સુવિધા આપે છે ત્યારે અમે સહુને વાત કરી કે આ સુવિધાનો લાભ શાળાના વિદ્યાર્થીઓને અવશ્ય આપવો જ જોઇએ.