સાત દાયકાથી વધુ સમયથી જનવિશ્ર્વાસની આરાધના કરતી બેંકની વધુ એક સિદ્ધિ
સર્વે ખાતેદારો – ગ્રાહકો અને સભાસદોના અપ્રતિમ વિશ્ર્વાસનું ઝળહળતું પરિણામ : દિનેશભાઇ પાઠક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રૂા. 11,000 કરોડથી વધુના બિઝનેસવાળી સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સહકારી બેંક બનવાનું ગૌરવ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ને મળ્યું છે. બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક અને ઇન્ચાર્જ વાઇસ ચેરમેન ચંદ્રેશભાઇ ધોળકીયાની સંયુક્ત યાદી જણાવે છે કે, સાત દાયકાથી વધુ સમયથી જનવિશ્ર્વાસની આરાધના કરતી રાજકોટ નાાગરિક સહકારી બેંક લિ.ની રૂા. 11,000 કરોડથી વધુનાં બિઝનેસની સિદ્ધી અત્યંત ગૌરવપ્રદ છે. આ સિદ્ધી બેંકના સભાસદો, ખાતેદારો, ગ્રાહકો અને સમગ્ર નાગરિક પરિવારની અથાગ મહેનતથી મળી છે અને બેંકની અવિરત પ્રગતિનું પ્રતિબિંબ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં શાખા ધરાવતી બેંકના ત્રણ લાખથી વધુસભાસદો હોવા એ વિશાળ પરિવારની નિશાની છે. વિશેષમાં ખાતેદારોને અદ્યતન સુવિધા પુરી પાડવા માટે દેશની અગ્રગણ્ય સોફટવેર કંપની, ઇન્ફોસીસનો સીબીએસ સોફટવેર ટુંક સમયમાં બેંકમાં અમલમાં આવશે.’
આ તકે બેંકની વિવિધ સેવાની આછેરી માહિતી આપીએ તો, મોબાઇલ-વ્હોટ્સએપ બેંકિંગ ઉપરાંત વેપારી વર્ગને વ્યવસાયમાં ડીજીટલ બુસ્ટ મળે તે માટે ક્યુઆર કોડ સ્કેનર ફ્રીમાં આપવામાં આવે છે. મોબાઇલ બેંકિંગ થકી જ એનઇએફટી-આરટીજીએસ કરી શકાય છે. બેંક ખૂબ જ આકર્ષક દરે કાર લોન, સોના ધિરાણ, જીએસટી સરોગેટ ઓવરડ્રાફ્ટ, હોમ લોન, નાગરિક સહકાર ધિરાણ જેવી તમામ લોન ફિક્સ વ્યાજદરે ઉપલબ્ધ છે. છેલ્લા 13 વર્ષથી બેંકના વ્યક્તિગત સભાસદોને રૂા. 1 લાખના અકસ્માત વીમાના કવચની ભેટ આપવામાં આવી છે. આઇપીઓ એપ્લીકેશન માટે આસ્બા સુવિધા છે. બેંકનું ડેબિટ કમ એટીએમ કાર્ડ દેશભરનાં એટીએમમાં વપરાશ કરી શકાય છે. યુપીઆઇ થકી સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. બેંકની વિવિધ શાખાઓમાં કાર્યરત ઇ-લોબી સુવિધાને લીધે 24*7 કલાક રોકડની લેવડ-દેવડ, પાસ બુક પ્રિન્ટીંગ અને ચેક ડિપોઝીટની સુવિધા મળી રહે છે. 10 વર્ષથી વધુ અને 18 વર્ષ સુધીના (માઇનોર) બાળકોને નાનપણથી જ બેંકિંગ વ્યવહારની ટેવ પડે તે હેતુથી તેમની સહીથી ખાતુ ઓપરેટ થાય તેવી સુવિધા આપનાર ગુજરાતની સર્વપ્રથમ સહકારી બેંક છે.