માત્ર 8 મહિનામાં જ બદલી : તેમના સ્થાને છ.ઉ. પરમાર મુકાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ TRP અગ્નિકાંડ પછી ટાઉન પ્લાનિંગ વિભાગ વિવાદિત રહ્યો છે. ત્યારે માત્ર આઠ મહિનામાં જ ટીપીઓ કિરણ સુમરાની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને આર.ડી.પરમારને મુકવામાં આવ્યા છે. અગાઉ ટીપીઓ તરીકે રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના ઓફિસર એસ.એમ.પંડયાને ટાઉન પ્લાનિંગ ઓફિસરનો ચાર્જ સોંપવામા આવ્યો હતો. ત્યારબાદ નગર નિયોજક કિરણ સુમરાને તેમની હાલની જવાબદારીઓની સાથે રાજકોટ મનપાનાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવ્યો હતો. ત્યારે માત્ર આઠ મહિનામાં જ કિરણ સુમરાની બદલી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આર.ડી.પરમાર ચાર્જ સંભાળશે.