તા. ૨૮-૦૧-૨૦૨૨ થી ૦૮-૦૨-૨૦૨૨ દરમ્યાન “ડોર ટુ ડોર સર્વે”ની કામગીરી હાથ ધરાશે:
મનપા દ્વારા સામે ચાલીને ઘર આંગણે રસી આપવામાં આવશે.
મનપાના અધિકારી ઓ સાથે મીટિંગ યોજતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને રાજ્યના નોડલ ઓફિસર ડૉ. કમલેશ ઉપાધ્યાય
રાજકોટ શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં વેક્સીનેશન, ટેસ્ટીંગ જેવી કામગીરી નાગરિકોના ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી નાગરિકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. લોકો વેક્સીન મુકાવે અને કોરોનાથી સુરક્ષિત થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૨૮/૦૧/૨૦૨૨ થી ૦૮/૦૨/૨૦૨૨ દરમ્યાન ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જે અનુંસધાને આજે તા. ૨૮-૦૧-૨૦૨૨ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને રાજ્યના નોડલ ઓફિસર ડૉ. કમલેશ ઉપાધ્યાય દ્વારા શહેરના ત્રણેય ઝોન ખાતે મનપાના અધિકારીઓ સાથે “ડોર ટુ ડોર” અનુસંધાને મીટિંગ કરવામાં આવી હતી.
સર્વે દરમ્યાન જે નાગરિકોને વેક્સીનનો બીજા ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકો અને જેઓનો પ્રિકોશન કોવીડ ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામે ચાલીને ઘર આંગણે જ રસી આપવામાં આવશે. આ કામગીરી વોર્ડના પ્રભારી ઓ, વોર્ડ ઓફિસર ઓ, નગર પ્રાથમિક સમિતિના શિક્ષકો, આશા વર્કરો અને આંગણવાડી બહેનો દ્વારા હાથ ધરવામાં આવશે.
- Advertisement -
મ્યુનિ. કમિશનર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટીંગમાં રાજ્યના નોડલ ઓફિસર ડૉ. કમલેશ ઉપાધ્યાય તથા નાયબ મ્યુનિ. કમિશનર ઓ આશિષ કુમાર, ચેતન નંદાણી, એ. આર. સિંહ, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડ, ડૉ. હાર્દિક મેતા, તમામ મેડીકલ ઓફિસર ઓ, તેમજ તમામ વોર્ડના વોર્ડ પ્રભારી ઓ, વોર્ડ ઓફિસર ઓ અને નગર પ્રાથમિક સમિતિના શિક્ષકો, આશા વર્કરો, આંગણવાડી બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.