ખાસ-ખબર ન્યૂઝ પરિવાર દ્વારા જયમીન ઠાકરને જન્મદિવસની શુભકામના
અઇટઙથી શરૂઆત કરી, હાલ સ્ટેન્ડિંગ ચેરમેન સુધીની અનોખી સફર
- Advertisement -
સેવાભાવ, રાજકીય સફર અને સંગીતપ્રેમી વ્યક્તિત્વ માટે જાણીતા જયમીનભાઈને મિત્રો-શુભેચ્છકો તરફથી શુભકામનાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કોર્પોરેટર જયમીન ઠાકરનો આજે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો, શુભેચ્છકો, સગા-સ્નેહીઓ અને હિતેચ્છુઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ફોન અને રૂબરૂ મુલાકાતો દ્વારા દિવસભર શુભકામનાઓ વરસી રહી છે. ત્યારે ખાસ ખબર ન્યૂઝ પરિવાર દ્વારા જયમીન ઠાકરનો જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી છે.
જયમીનભાઈ ઠાકરનું મૂળ વતન જૂનાગઢ છે. તેમના પિતા સ્વ. ડો. નવનીતભાઈ ઠાકર અમરેલીમાં આયુર્વેદિક ડોક્ટર તરીકે સેવા આપતા હતા. તેમની બદલી થતાં વર્ષ 1989માં પરિવાર રાજકોટમાં સ્થાયી થયો હતો. જયમીનભાઈએ ધોરણ 8 સુધી અમરેલીમાં અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ રાજકોટની ઐતિહાસિક આલ્ફેડ હાઈસ્કૂલમાં ધોરણ 10, 11 અને 12નું શિક્ષણ મેળવ્યું. આગળ વધીને તેમણે કુંડલીયા કોલેજમાંથી બી.કોમ તેમજ ડીટીએલપીની ડિગ્રી પ્રાપ્ત કરી. વિદ્યાર્થી જીવન દરમિયાન જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અઇટઙ) સાથે જોડાયા હતા અને ત્યાં જનરલ સેક્રેટરીની ચૂંટણીમાં જીત મેળવી સક્રિય નેતૃત્વ આપ્યું હતું. ત્યારબાદ વર્ષ 1996થી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયા અને વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવતા આવ્યા છે. ભાજપમાં કાર્યકાળ દરમિયાન તેઓએ બે વર્ષ સુધી ભાજપ કાર્યાલયની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ યુવા ભાજપમાં શહેર મંત્રી, મહામંત્રી, યુવા ભાજપ પ્રમુખ તેમજ વોર્ડ નં. 2ના પ્રભારી સહિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવેલી છે.
રાજકીય જીવનમાં તેઓ સતત બે ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 2015માં કોર્પોરેટર બન્યા બાદ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે શહેરમાં ગીત-સંગીત, રમતગમત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને શહેરીજનોને યાદગાર પ્રસંગો આપ્યા હતા. ત્યારબાદ 2019માં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે તેઓએ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં આરોગ્ય કેમ્પોનું આયોજન કરાવ્યું હતું. હાલ તેઓ 12 સપ્ટેમ્બર 2023થી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને શહેરના વિકાસ તથા જનહિતના પ્રશ્નોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવના તેમને તેમના પિતા પાસેથી વારસામાં મળેલી હોવાનું કહેવાય છે. સામાજિક સેવાભાવ સાથે તેઓ સંગીતપ્રેમી પણ છે અને સુરિલા અવાજ ધરાવતા સારા કરાઓકે સિંગર તરીકે પણ ઓળખ ધરાવે છે. તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો-શુભેચ્છકો દ્વારા મોબાઇલ નંબર 98798 00001 પર તેમજ રૂબરૂ મુલાકાત દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી રહી છે.



