જ્યાં પાર્કિંગની જગ્યા છે ત્યાં ચાર્જ ઉઘરાવે છે જ્યાં જગ્યા નથી ત્યાં
ફ્રી પાર્કિંગના બોર્ડ !
રાજકોટના અતિ વ્યસ્ત ગણાતા ધર્મેન્દ્ર રોડ પર કાયમી માટે ભીડ રહેતી હોય છે અને જ્યારે દિવાળી હોય ત્યારે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે આ બજાર ખૂબ જ જૂની હોવાથી ત્યાં સાંકડીઓ ગલી છે ચાલીને માંડ કરીને જવાય છે ત્યાં રાજકોટ મહાનગરપાલિકાએ ફ્રી પાર્કિંગ ઝોનનું બોર્ડ લગાવ્યું છે જે લોકોમાં આશ્ચર્ય પેદા કરે છે લોકોને પ્રશ્ન એ થાય કે જ્યાં ચાલવા માટેની પણ જગ્યા નથી ત્યાં ફ્રી પાર્કિંગનું બોર્ડ શા માટે લગાવ્યું અને જ્યાં પાર્કિંગની જગ્યા છે ત્યાં પે એન્ડ પાર્કિંગના બોર્ડ મારીને ચાર્જ ઉઘરાવી રહ્યા છે.
- Advertisement -
ટ્રાફિક પ્રશ્ન હલ કરવા માટે મહાનગરપાલિકાએ શહેરના 12 મુખ્ય માર્ગ પરનું પાર્કિંગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ હવે પે એન્ડ પાર્કની નવી 24 સહિત 48 સાઇટ પરના પ્લોટ ખાનગી ધોરણે આપી દીધી છે. જો કે, સૌથી મોટો પ્ર્શ્ન એ છે કે, રાજકોટમાં પાર્કિંગ માટે બહુ ઓછી જગ્યા છે. ઈમ્પેક્ટ ફી લઈને સેલર અને પાર્કિંગ વેચી નાખ્યા બાદ મનપા હવે પાર્કિંગના નામે વાહન ચાલકો પાસેથી વધુ રૂપિયા પડાવશે.



