ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરીજનોને હાઈજેનિક ખોરાક મળી રહે તે માટે અવારનવાર પાન, ઠંડાપીણા તથા હોટલ, બેકરીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત આજે શહેરના ટાગોર રોડ તથા નાના મવા રોડ વિસ્તારના 20 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ચકાસણી દરમિયાન સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવેલ તથા 4 પેઢીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના ઢેબર રોડ ત્રિકોણ બાગ સ્થિત ઈન્ડીયા બેકરીમાંથી ચોકલેટ વેનીલા કેક (લુઝ) અને સદર બજાર મેઈન રોડ સ્થિત બોમ્બે બેકરીમાંથી ફ્રુટ કેક (લુઝ)નો નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલેલ છે.