શહેરના પેડક રોડ, મવડી ચોકડીથી બાપા સિતારામ ચોક તથા રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ: લાયસન્સ અને ચોખ્ખાઈ બાબતે નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારી વાસી ખોરાક પધરાવી દે છે તેને રોકવા માટે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના પેડક રોડ, મવડી ચોકડી થી બાપા સિતારામ ચોક તથા રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીઓને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 18 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના અપાઈ હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ઈવા એન્ટરપ્રાઇઝ (લાપીનોઝ પીઝા -પેડક રોડ)- યોગ્ય સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (02)જીલાની વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)જોકર ગાંઠિયા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ખોડલ ડાઈનીંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)પ્રિયા લાઈવ વેફર્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)દેવ નારાયણ બદામ શેક- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ગાત્રાળ સેન્ડવીચ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બાલાજી ચાપડી ઉંધિયું -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)રાજુભાઇ આલૂપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)અક્ષર વડાપાઉં- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ખોડીયાર ચાઇનીઝ પંજાબી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ન્યુ મેટ્રો રેસ્ટોરેન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)શિવા મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)દેવા મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)બાલાજી ભૂંગળા બટેટા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)શ્રી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)સુપર ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)મોમાઈ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.



