રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ
EWS-1 ના ૧૬૪૮ તથા MIG ના ૮૪૭ મળી કુલ – ૨૪૯૫ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ આવાસોનું ફોર્મ મેળવવા અને પરત કરવાની મુદત તા.૦૯/૦૭/૨૦૨૧ સુધી હતી. જેમાં વિશેષ ૨૩/૦૭/૨૦૨૧ લંબાવવામાં આવે છે.
આવાસના ફોર્મ મેળવવા તથા ભરીને આપવા માટે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી શાખાઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- Advertisement -
મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 ના ૧૬૪૮ તથા MIG ના ૮૪૭ મળી કુલ – ૨૪૯૫ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે છેલ્લે તા.૦૯/૦૭/૨૦૨૧ સુધીનો સમય આપવામાં આવેલ. જેમાં વિશેષ તા.૨૩/૦૭/૨૦૨૧, શુક્રવાર સુધી ફોર્મ મેળવવાની અને પરત કરવાની મુદત લંબાવવામાં આવે છે
તા.૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં આવેલ આવાસ ફોર્મની વિગત આવાસની સંખ્યા લીધેલ ફોર્મ પરત આવેલ ફોર્મ
EWS-1 ૧૬૪૮
૨૪૨૧
૧૧૮૪
- Advertisement -
MIG ૮૪૭
૯૧૯
૧૧૬
ઉપરોક્ત તમામ બાબતો ધ્યાનમાં રાખી અને વધુ ને વધુ લોકો ઘરના ઘરનો લાભ લઇ શકે તેવા હેતુથી વિશેષ અગામી તા.૨૩/૦૭/૨૦૨૧ સુધી ફોર્મ મેળવવાની અને પરત કરવાની મુદતમાં વધારો કરવામાં આવે છે. આ ફોર્મ મેળવવા શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે.
EWS -1નાં આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.
MIGનાં આવાસની કિંમત રૂ.૨૪ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.
EWS -1:- કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.
MIG:- કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.
EWS-1:- આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.
MIGમાં કુલ ૧૨૬૮ આવાસ પૈકી ૪૨૧ આવાસ અગાઉ ફાળવણી થઇ ગયેલ છે બાકી રહેતા ૮૪૭ આવાસો માટે ફોર્મનું વિતરણ થશે. MIGમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૩:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
નોંધ:- ફોર્મ લેવા માટે અરજદારે આધાર કાર્ડ સાથે રાખવું ઇચ્છનીય છે.