ગાંધી જયંતિના દિવસે 115 બાળકો સહિત કુલ 293 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લઈ અભિભૂત થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે સાંજે 5.45 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
- Advertisement -
મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર ગાંધી જયંતિ નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેનો 115 બાળકો સહિત કુલ 293 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાતનો લાભ લઈ અભિભૂત થયા હતા. ગાંધી ધૂન કાર્યક્રમમાં (મ્યુઝિકલ ઇવેન્ટ)માં સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે અને તેની ટીમ દ્વારા ઉપસ્થિત મેદનીને ગીત અને ધૂન ગાઈને સંગીતથી તરબોળ કરેલ અને ડોલાવેલ હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને શહેરીજનોએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા.