કમિશનરે Xમા ટ્વિટ કરી આપી માહિતી, 3 નકલી IDનો ઉલ્લેખ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં નકલી આઈડી સંબંધે ઘણા પ્રશ્ર્નો હરહંમેશ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરા સાથે કંઈક આવું જ બન્યું છે. ફેસબુકમાં તુસાર સુમેરાના નામે 3 જેટલા નકલી એફબી આઈડી સામે આવ્યા છે. જો કે આ બાબતે ખુદ કમિશનરે માહિતી આપી છે. તેમણે પોતાના ડ એકાઉન્ટ પર એક ટ્વિટ કરી છે. જેમાં જણાવ્યું છે કે, છેલ્લા થોડા દિવસોથી તેમના નામની નકલી એફબી આઈડી સામે આવી છે. જેમાં આ પ્રકારના 3 થી વધુ એકાઉન્ટનો સમાવેશ થાય છે. તો હર કોઈએ સાવધાની વર્તવી અને આ એકાઉન્ટમાં કોઈ પ્રકારે કોઈ પણ જાતનો સંદેશાવ્યવહાર કરવો નહીં. કમિશનરે આ માહિતી પોતે જ આપી છે, તેમજ જણાવ્યું છે કે તેઓ ફક્ત ડ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરી રહ્યા છે. તો અહીં જાહેર જનતાને આ બાબતે જરૂરી નોંધ લે અને ખોટી ફેક આઈડીમાં ભરમાઈ ન જાય તે જરૂરી છે.



