રેલનગર અને પોપટપરા વિસ્તારમાં રૂ. 1 કરોડથી વધુના ખર્ચે ગટર, રોડ અને પેવિંગ બ્લોકના કામો શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિધાનસભા-68ના વોર્ડ નં. 3 માં ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા કરોડોના ખર્ચે વિવિધ જનસુખાકારીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રેલનગરમાં રૂ. 17 લાખના ખર્ચે પેવિંગ બ્લોક, મહારાણા પ્રતાપ ટાઉનશીપમાં સી.સી. રોડ, પોપટપરામાં રૂ. 85 લાખના ખર્ચે બોક્સ ગટર અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સુરક્ષા દીવાલના નિર્માણનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે, ’સબકા સાથ, સબકા વિકાસ’ ના મંત્ર સાથે સરકાર છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે.
આ વિકાસ કાર્યોથી સ્થાનિક રહીશોને વરસાદી પાણીના નિકાલ અને વાહનવ્યવહારની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.
સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોએ આ બદલ મહાનગરપાલિકાનો આભાર માન્યો હતો.



