કુલ 3559 લાભાર્થીઓએ લાભ લીધો: આવતીકાલે વોર્ડ નં. 14માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 28-11-2023થી તા. 15-12-2023 સુધી દરેક વોર્ડમાં બે જુદા જુદા રૂટ પર સવાર અને બપોર બાદ આ યાત્રા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગઈકાલે સવારના 9-30 કલાકે, વોર્ડ નં. 4માં ખુલ્લો પ્લોટ, ઝાંઝરીયા હનુમાન પાસે, ભગવતીપરા મેઈન રોડ, ભગવતીપરા બ્રિજથી આગળ જ્યારે બપોર બાદ 3:30 કલાકે વોર્ડ નં. 4માં હોકર્સ ઝોનની બાજુનો પ્લોટ, મોરબી રોડ, જકાતનાકા પાસે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં યોજાયેલા ઉપરોક્ત બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ 3559 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં , વોર્ડ નં.4માં ખુલ્લો પ્લોટ, ઝાંઝરીયા હનુમાન પાસે, ભગવતીપરા મેઈન રોડ, ભગવતીપરા બ્રિજથી આગળ ખાતેના કેમ્પમાં 1650 લોકોને અને વોર્ડ નં. 4માં હોકર્સ ઝોનની બાજુનો પ્લોટ, મોરબી રોડ, જકાતનાકા પાસેના કેમ્પમાં 1909 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો તેમજ આવતીકાલે વોર્ડ નં. 14માં વિકસીત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પ યોજાશે.
આ વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રૂટ વોર્ડ નં.4માં હોકર્સ ઝોન, મોરબી રોડ, જકાતનાકા વિસ્તારમાં નીકળી હતી. યોજનાકીય કેમ્પમાં કુલ 1710 લાભાર્થીઓ હાજર રહ્યા હતાં. વિવિધ યોજના વાઈઝ જોઈએ તો, આધારકાર્ડ-61, રાશન કાર્ડ-56, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-40, પ્રધાનમંત્રી ઉજાલા યોજના-11, સૌભાગ્ય યોજના-6, ડીજીટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રાક્ચર-15, સ્ટેન્ડઅપ ઇન્ડિયા-5, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-10, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના-1, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના-7, વૃધ્ધ નિરાધાર સહાય-12, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના-3, વિધવા સહાય યોજના-17, આવકનો દાખલો-30, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-118, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના-945, હેલ્થ વેલનેસ કાર્ડ-109, પી.એમ.સ્વનિધિ યોજના-83, પી.એમ. ઇ-બસ સેવા-3, પ્રધાનમંત્રી આવાસ યોજના-40, અમૃત અટલ મિશન-15, ખેલો ઇન્ડિયા-25, આઈ.સી.ડી.એસ.-38 એમ મળી આ કેમ્પમાં કુલ 1650 જેટલાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. 4માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પ યોજાયો
