કપાસ, સોયાબીન અને જીરું સહિતની જણસીઓથી યાર્ડ ઉભરાયું; સુવ્યવસ્થિત ઉતરાઈ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ માર્કેટયાર્ડમાં શિયાળુ પાકની સિઝન જામતા જણસીઓની મબલખ આવક જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળીની 2,10,000 મણની વિક્રમી આવક નોંધાતા યાર્ડમાં મગફળીના ઢગલા જોવા મળ્યા હતા. આ સાથે કપાસ, સોયાબીન અને સિંગફાડાની આવકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. યાર્ડમાં કપાસની 16,000 મણ, સિંગફાડાની 10,300 મણ અને ઘઉંની 8,000 મણની આવક થઈ હતી. આ ઉપરાંત જીરું અને સોયાબીનની 6,500-6,500 મણ, સફેદ તલ 4,300 મણ અને ચણાની 4,500 મણની આવક નોંધાઈ હતી. લસણ, મગ અને અળદ જેવી જણસીઓ પણ મોટી માત્રામાં વેચાણ માટે આવી હતી. માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેન અને ડિરેક્ટરોની દેખરેખ હેઠળ ખેડૂતોના વાહનોને ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. ખેડૂતોને કોઈ મુશ્ર્કેલી ન પડે તે માટે યાર્ડના સ્ટાફ દ્વારા રાત-દિવસ કાર્યરત રહીને વ્યવસ્થા જાળવવામાં આવી હતી.



