રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટુ એવુ રાજકોટ માર્કેટ યાર્ડ આજે નવી મગફળી અને કપાસની આવકથી છલકાઇ ઉઠું હતું. મગફળી વેંચવા આવતા ખેડૂતોએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી ટોકન મળ્યા મુજબ આવવાની સિસ્ટમ બધં કરી આજથી આવક ખુલી મુકતા નવી સિઝનમાં પ્રથમવાર મગફળીની 12,00,000 કિલોની આવક થઇ હતી. યારે કપાસમાં 3,00,000 કિલોની આવક થઇ હતી. વિશેષમાં યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પહેલા માલ વેંચી રોકડા કરવા ખેડૂતો ઉતાવળા બન્યા છે. નોરતા સુધી વાદળછાંયું વાતાવરણ અને વરસાદની આગાહીના પગલે મગફળી વેંચવા આવતા ખેડૂતો માટે એડવાન્સ ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમ ફરજિયાત બનાવાઇ હતી પરંતુ હવે વરસાદની કોઈ આગાહી ન હોય આજથી આવક ખુલી મુકાતા ખેડૂતો ઉમટી પડા હતા. આજે મગફળીમાં 12,00,000 કિલોની આવક સામે પ્રતિ 20 કિલોનો ઉંચો ભાવ .1300થી .1370 સુધી યથાવત રહ્યો હતો. યારે કપાસમાં 3,00,000 કિલોની આવક સામે પ્રતિ 20 કિલોનો ભાવ .1750 સુધી રહ્યો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડ 12,00,000 કિલો મગફળી-3,00,000 કિલો કપાસની આવકથી છલકાયું
Follow US
Find US on Social Medias