અત્યાર સુધીમાં 31000 આવાસ બનાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ અલગ અલગ યોજનાઓમાં 31000થી વધુ આવાસ બનાવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, ઇજઞઙ -1, 2, 3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાનો સમાવેશ થાય છે. આ તમામ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજનાની વન બીએચકે અને ટુબીએચકે સફળ રહ્યા છે પણ થ્રી બીએચકે પ્રોજેક્ટ નિષ્ફળ રહેતા મનપા માટે ધોળો હાથી બન્યો છે તેના પ્રોજેક્ટ ખર્ચના પૈસાએ મનપાને દેવાદાર બનાવી છે જ્યારે અન્ય આવાસમાંથી મનપાને હપ્તાની સારી આવક મળી રહી છે. આવાસ યોજના વિભાગના જણાવ્યા અનુસાર 1 એપ્રિલથી 13 જુલાઈ સુધીમાં 46,22,56,246 રૂપિયાની આવક અલગ અલગ આવાસના હપ્તા પેટે થઈ છે.
- Advertisement -
આ પૈકી માત્ર જુલાઈના જ 13 દિવસ ગણીએ તો આ દરમિયાન 8,34,22,689 જમા થયા છે. 13મીએ મનપાને એક જ દિવસમાં 1 કરોડની આવક થઈ હતી જોકે આ પહેલા 8મીએ 1.16 કરોડ અને 6 તારીખે 1.26 કરોડ રૂપિયા મનપાની તિજોરીમાં આવ્યા હતા. મનપાનો થ્રી બીએચકે પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે તો બીજી તરફ નદી કાંઠાના સ્લમ વિસ્તારો માટે બનાવેલા સ્માર્ટ ઘર-4 આવાસ ખાલી પડ્યા છે.



