ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાવકી જીઆઇડીસીમાંથી પીસ્ટલ અને કાર્ટીઝ સાથે રાજકોટના શખ્સને રૂરલ એસઓજીની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી અને હથીયાર સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.
રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી.મિશ્રા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ શીવરાજ ખાચર, કોન્સ્ટેબલ વિપુલ ગોહિલ અને મયુર વિરડા સહિતનો સ્ટાફ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સબબ લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન રાવકી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ઉન્નતી ઇન્ડસ્ટ્રીયલ ગેઇટ પાસે કેવલસિંહ નામનો શખ્સ પીસ્ટલ જેવા હથીયાર સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પુછતા મૂળ જામકંડોરણાનો અને હાલ રાજકોટ અલકા સોસાયટીમાં રહેતો કેવલસિંહ પ્રભાતસિંહ ડોડીયા ઉ.31 હોવાનું જણાવ્યું હતું એસઓજીની ટીમે જડતી લેતાં પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટની પીસ્ટલ મળી આવેલ અને સાથે સાથે એક જીવતો કાર્ટીઝ પણ મળી આવતા આરોપીની ધરપકડ કરી પીસ્ટલ અને કાર્ટીઝ કબ્જે કરી પૂછતાછ આદરી હતી. પૂછતાછમાં આરોપીએ પિસ્ટલ તેના મિત્રો પાસેથી મેળવ્યાની પ્રાથમિક કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.