નંબર એક સેવા અનેક – ડરો નહીં, ડાયલ કરો. શી ટીમ તત્પર છે, તૈયાર છે તમારી મદદ માટે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં મહિલા સુરક્ષા અને બાળસુરક્ષાને મજબૂત બનાવવા માટે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા બે મહત્વપૂર્ણ વિસ્તારોમાં વિશાળ જાગૃતિ અભિયાન હાથ ધરાયું. આ અભિયાન પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પો.કમી. મહિલા સેલ આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ્પેક્ટર એસ.એન. રાઠોડની સૂચનાથી શી ટીમ ઇન્ચાર્જ કોકિલાબેન સોલંકી દ્વારા નવાગામ આવાસ યોજના તેમજ લોઠડા ગામ પ્રાથમિક શાળામાં મુલાકાત કરી જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં 112 ઇમરજન્સી સેવા, 181 મહિલા હેલ્પલાઇન, સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયો, ટ્રાફિક અવરનેસ, રોમિયોગીરી / છેડછાડની ઘટનામાં તરત 112 પર કોલ કરવાની સલાહ, મહિલા પોલીસ સ્ટેશન અને શી ટીમની સેવાઓ અંગે વિગતવાર માહિતીગાર કરવામાં આવ્યા હતા અને વિસ્તારની મહિલાઓને પોતાની સુરક્ષા અંગે સજાગ રહેવા પ્રેરણા આપવામાં આવી હતી.



