મતદાનની ગુપ્તતા જાળવવા કર્મચારીઓએ શપથ લીધા: કણકોટ કોલેજ ખાતે સજ્જડ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
રાજકોટ લોકસભા બેઠકની મતગણતરીનો આજે સવારના આઠ વાગ્યાથી કણકોટની સરકારી ઈજનેરી કોલેજમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સજજડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રારંભ થવા પામેલ હતો. પોસ્ટલ બેલેટથી મતગણતરીનો પ્રારંભ થયો હતો.
આ પુર્વે વહેલી સવારના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તેમજ અધિક કલેકટર (ચુંટણી) મૂંછારની ઉપસ્થિતિમાં કર્મચારીઓનું અંતીમ રેન્ડમાઈઝેશન કરી ટેબલ ફાળવી દેવામાં આવેલ હતાં. મતગણતરીમાં ભાગ લેનારા અધિકારીઓ અને કર્મચારીઓએ લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ મતદાનની ગુપ્તતા જાળવવાના શપથ લીધા હતા.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા મતગણતરી શરૂ થાય તે પહેલા સાત વાગ્યે કાઉન્ટીંગ સેન્ટર કણકોટની સરકારી ઈજનેરી કોલેજ ખાતે પહોંચી ગયા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સવારના સાડા દશ વાગ્યા સુધી ફરકયા ન હતા. રાજકોટ બેઠકની મતગણતરીમાં 1500 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.