ખાસ-ખબર સંવાદદાતા
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ગયો છે ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાતની તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારો પાંચ લાખથી વધુ લીડથી જીતે તે માટે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકસભા મધ્યસ્થ કાર્યાલય, 150 ફૂટ રીંગ રોડ, પાણીના ટાંકાની બાજુમાં, રૈયા ટેલિફોન એક્ષચેંજ સામે મોહનભાઈ કુંડારીયાના કાર્યાલય ખાતે આ લોકસભા મધ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા માટે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ લોકસભા સંયોજક રમેશભાઈ રૂપાપરાની આગેવાનીમાં દરરોજ સવાર-સાંજ ઈન્ચાર્જ મયુરભાઈ શાહ અને સહઈન્ચાર્જ દશરથભાઈ વાળાએ જવાબદારી સંભાળી લોકસભામાં ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીલક્ષી બેઠકો સંપૂર્ણ વ્યવસ્થા વિવિધ પ્લાનીંગ સાથે શુભ વાસ્તુનો ઉપયોગ કરી ચાલુ કરવામાં આવી છે.
લોકસભા રાજકોટ-10ના ઉમેદવાર તરીકે પરષોત્તમભાઈ રૂપાલાની જાહેરાત કરવામાં આવી અને તાજેતરમાં તેઓએ ભાજપના અગ્રણી આગેવાનો તેમજ સાંસદ, ધારાસભ્યો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી હતી. લોકસભા મધ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા માટે ભાજપના અગ્રણી આગેવાનો, નેતાઓએ કાર્યાલયની પ્રશંસા કરી હતી. આ વ્યવસ્થા માટે ઈન્ચાર્જ મયુરભાઈ શાહ તેમજ સહઈન્ચાર્જ દશરથભાઈ વાળા તેમજ કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, અશ્ર્વિનભાઈ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણીએ બેઠક વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી.