રોકડ, દાગીના, સ્પીકર સહિત 8.46 લાખનો મુદામાલ કબજે, રાત્રે રિક્ષા હંકારવાના બહાને આવી ચોરીને અંજામ આપતો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં નોંધાયેલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે રાજકોટ એલસીબી ઝોન 2ના પીએસઆઈ આર એચ ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના રાહુલભાઈ ગોહેલ, મનીશભાઈ સોઢીયા, જેન્તીગિરિ ગોસ્વામી અને ધર્મરાજસિહ ઝાલાને મળેલી બાતમી આધારે શીતલ પાર્ક મેઇન રોડ ઉપર વોચ ગોઠવી બે વર્ષમાં રાજકોટ શહેરમાં 7 ઘરફોડ ચોરી કરનાર કાલાવડના નિકાવાના ખડધોરાજી ગામના શિવાભાઈ જેરામભાઈ વાજેલીયા ઉ.40ની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક પૂછતાછમાં પોતે રાત્રિના સમયે ગામડેથી રિક્ષા લઈને રાજકોટ આવતો અને રાજકોટ શહેર વિસ્તારમાં નાઈટમાં રિક્ષા હંકારવાના બહાને જુદા જુદા વિસ્તારોમાં રાખડી બંધ મકાનમાં હથિયારો સાથ ઘૂસી પાનાં પક્કડથી ચોરી કરતો હોવાની કબૂલાત આપી છે ચોરીને અંજામ આપી પોતે રિક્ષા લઈને પરત ગામડે જતો રહેતો હતો.
પકડાયેલ આરોપી અગાઉ કાલાવડ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચાર ગુનામાં પકડાઈ ચૂક્યો છે રાજકોટમાં 2022, 2023 અને 2024માં નોંધાયેલા ચોરીના 7 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે આ શખસએ રાજકોટના જામનગર રોડ ઉપર જુદા જુદા સમયે દસ જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત પણ આપી છે કુલ 7 ગુનાના પોલીસે ભેદ ઉકેલી નાખી નીચે મુજબનો મુદામાલ કબજે કર્યો છે.
- Advertisement -