હાઉસી ગેમમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની તમામ 14 લાફીંગ ક્લબ એક નવું સંગઠન નવેમ્બર 2024માં ‘લાફીંગ ક્લબ ગ્રુપ રાજકોટ શહેર’ નામથી સ્થાપના કરી માનવ સેવા કાર્ય કરતું અને શહેર નિરોગી રહે તે માટે પૂરા બોડીની દરરોજ સવારે નિયમિત કરી સ્વસ્થ, તંદુરસ્ત શરીર કરવું એ લક્ષ છે. આ સંસ્થાને એક વર્ષ પૂર્ણ થતા સ્નેહમિલન 2025નું આયોજન તાજેતરમાં માસૂમ સ્કૂલના પટાંગણમાં આકાશવાણી ચોકની બાજુમાં કરવામાં આવેલ, જેમાં 14 લાફીંગ ક્લબના સભ્ય પરિવાર ખૂબ જ ભારે ઉત્સાહ સાથે સામેલ થયેલ.
લાફીંગ ક્લબના ચેરમેન જયંતીભાઈ માંડલીયા, પ્રમુખ રમેશભાઈ અનડકટ, મહામંત્રી અશ્ર્વિનભાઈ પટેલ, ઉપપ્રમુખ રેણુકાબેન રાવલ, સંગઠન મંત્રી મનીષભાઈ મહેતા, સલાહકાર સમિતિના સભ્ય બાલકૃષ્ણભાઈ મકવાણાએ દિપ પ્રાગટ્ય કરીને વિધિવત કાર્યક્રમનો પ્રારંભ કરેલ. વંદનાબેન રાવલ અને મધુબેન ત્રિવેદીએ આપણી પરંપરા મુજબ પ્રાર્થનાગાન કર્યું, ત્યારબાદ ડાયસ પરનાઓનું સ્વાગત કરવામાં આવેલ. જેમાં મધુબેન ત્રિવેદી, મયુરભાઈ બારાઈ, વિનોદભાઈ, રમેશભાઈ અનડકટ, રવજીભાઈ ઘોડાસરા, હસમુખભાઈ કાનાણી, અંબાલાલભાઈ રાદડીયાએ પુસ્તક અર્પીને સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું.
પ્રમુખ રમેશભાઈ અનડકટએ સર્વે સભ્યોને આવકારી મીઠો આવકાર પાઠવેલો. ચેરમેન જયંતીભાઈ માંડલીયાએ છેલ્લા એક વર્ષમાં સંસ્થાએ કરેલ પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરેલો. ત્યાર બાદ કરાઓ કે ગીત સંગીતની મહેફીલનો પ્રારંભ કર્યો. કરાઓ કે ટ્રેક પર ગીત ગાવામાં મયુરભાઈ બારાઈ, સાદુડભાઈ શુક્લા, લલીતભાઈ ચંદે, મધુબેન ત્રિવેદી, વંદનાબેન રાવલ, જયભાઈ, નલીનભાઈ આહ્યા, રમેશભાઈ આસાણી, હેમાબેન સોનેજી, શેહનાઝબેન, વિઠલભાઈએ ગીતો ગાઈને ઓડિયન્સની વાહ-વાહ મેળવેલી. કરાઓ કેના રંગારંગ કાર્યક્રમ રજૂઆત નિજાનંદ મ્યુઝિકલ ગ્રુપનો આભાર વ્યક્ત કરવામાં આવેલો. ત્યાર બાદ હાઉસી જેવી ઈન્ટરેસ્ટીંગ ગેઈમ રમાડીને તમામ વિજેતાઓને રોકડ રૂપિયાના કવર આપી ઈનામોનો વરસાદ વરસાવેલ. સર્વેએ જ્ઞાન સાથે ગમ્મતનો લાભ લીધો હતો.
- Advertisement -
લાફીંગ ક્લબ ગ્રુપ રાજકોટ શહરે વન-ડે પીકનીક એ.સી. બસમાં કરી, આંબલા ગામના તિરુપતિ બાલાજી મંદિર, વાકીયા હનુમાન, પાલિતાણાના જૈન મંદિરો અને મ્યુઝિયમ, ભુરખીયા ગામે ભુરખીયા હનુમાનનું મંદિર આયોજન બાલકૃષ્ણભાઈના નેતૃત્વમાં કરેલું, તેવી જ સેવાભાગ રૂપે રાજકોટની ચાર હોસ્પિટલમાં એમઓયુ કરીને તમામ લાફીંગ ક્લબના સભ્યોને રાહત દરે ટ્રીટમેન્ટ તથા રાહત ભાવે દવા પૂરી પાડે તેવી વ્યવસ્થા કરેલ છે.
તેવી જ રીતે જળ એ જ જીવન છે- એ સૂત્રને સાર્થક કરવાનું કામ ગીરગંગા ટ્રસ્ટ પરિવાર રાજકોટ ખાતે મોટું કામ કરી રહી છે તે ગીરગંગા સંસ્થાની અપીલને માન આપી સમગ્ર લાફીંગ ક્લબ રાજકોટ શહેરે સવા ત્રણ લાખનો ફાળો એકત્રિત કરી એક ડેમનું નિર્માણના સવા ત્રણ લાખ આપી લાફીંગ ક્લબ ગ્રુપ રાજકોટ શહેર નામ આપવામાં આવ્યું. સભ્ય પરિવારોએ આનંદની લાગણી અનુભવી લાફીંગ સભ્યને ચેક ડેમ એ સત્કાર્ય છે તેમાં સહભાગી થયાનો આનંદ થયો. આગામી પ્રવાસ અંગે માહિતી રમેશભાઈ અનડકટે આપેલી, અંતમાં રસપ્રચુર સ્વરૂચિ ભોજનને ન્યાય આપી છૂટા પડેલા હતા. ઉપરોક્ત કાર્યક્રમને યશસ્વી બનાવવામાં સંસ્થાના ચેરમેન જયંતીભાઈ માંડલીયા, પ્રમુખ રમેશભાઈ અનડકટ, ઉપપ્રમુખ પ્રવિણભાઈ ભુવા, રેણુકાબેન રાવલ, મહામંત્રી અશ્ર્વિનભાઈ પટેલ, સંગઠન મંત્રી મનીષભાઈ મહેતા, ટ્રેઝરર મયુરભાઈ બારાઈ, સહટ્રેઝરર પ્રફુલભાઈ મહેતા, સહમંત્રી હસમુખભાઈ કાનાણી, સહસંગઠન મંત્રી અંબાલાલભાઈ રાદડીયા, કારોબારી સભ્ય રવજીભાઈ ઘોડાસરા, વિનોદભાઈ મકવાણા, હંસાબેન ટાંક, સલાહકાર સમિતિના સભ્ય બાલકૃષ્ણભાઈ મકવાણાએ સેવા આપેલ. પ્રચાર અને પ્રસાર સેવા અશ્ર્વિનભાઈ પટેલે પૂરી પાડેલી. લેપટોપ ઓપરેટીંગ સેવા લલીતભાઈ ચંદેએ પૂરી પાડેલી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ અનડકટે કરેલ. એન્કરીંગ સેવા જયકિશન રામચંદાનીએ પૂરી પાડેલી. આભારવિધિ બાલકૃષ્ણભાઈ મકવાણાએ કરેલી તેમ સમગ્ર રાજકોટ શહેર લાફીંગ ક્લબના મહામંત્રી અશ્ર્વિનભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.



