ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલાવડ રોડ પર પરંપરાગત સાંસ્કૃતિક પેરવેશ સંપૂર્ણમાં પારીવારીક વાતાવરણમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિતી રહી રાસોત્સવમા માતાજી આરાધના કરે છે. ખાસ આ રાસોત્સવમા કોઈ પણ પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી અને બહેનો દ્વારા સંપૂર્ણ સંચાલીત છે. કાલાવડ રોડ, સયાજી હોટેલ પાછળ આયોજીત મેદાનમાં ક્ષત્રિય સમાજની માતાઓ બેહનો, દીકરીઓ વધુમાં વધુ આ કાર્યક્રમમાં જોડાય માતાજીની આરાધનાની ભક્તિ અને શકતીના આ કાર્યક્રમમાં ત્યેક્ષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી આયોજકો વતી સમાજના બેહનો, દીકરીઓને અપીલ કરવામાં આવે છે.
- Advertisement -
મેહમાન તરીકે ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટ, રાણી સાહેબ કાદમબરીદેવી જાડેજા ઓફ રાજકોટ, રાજકુમારી મહેશ્વવરીદેવી ઓફ વીજીયાનાગ્રામ, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ એસ.પી, બરોડા, નિવૃત અધિકારી શ્રીઓ, વકીલો, પત્રકારો, સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે રાજ્યસભા સંસદશ્રી શક્તિસિંહજી ગોહિલ, તથા ગીતાબા જયરાજસિંહ જાડેજા ખકઅ ગોંડલ, રાજકોટ શહેર મહામંત્રીશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, છખઈ સમાજ કલ્યાણ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા તેમજ પોલીસ અધિકારીશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.