રાજકોટ જિલ્લા મદયસ્થ જેલમાંથી મોબાઇલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેલમાં ફરજ બજાવતા પાંચ જેટલા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં હવલદાર ખીમાભાઈ કેશવાલા, સુબેદાર છોટુભાઈ ચુડાસમા, જેલ સહાયક ભરતભાઈ ખાંભરા, જેલ સહાયક હરપાલ સિંહ સોલંકી, જેલ સહાયક રાજદીપ સિંહ ઝાલાની અટકાયત કરાઈ છે
જાન્યુઆરી 2020 થી જૂન 2020 દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાવાના 11 જેટલા બનાવો બન્યા હતા. પોલીસે 15 જેટલા આરોપીઓનો જેલ માંથી કબ્જો મેળવી કરી હતી ધરપકડ બાદ ચોંકાવનારી કબૂલાત બાદ કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સમગ્ર મામલે SIT ની પણ રચના કરવામાં આવી હતી. અગાઉ જેલ આઈજી ડો રાવ દ્વારા સુબેદાર છોટુભા ચુડાસમા સહિત 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા.