34.3 ડિગ્રી તાપમાન
રાજ્યમાં સવાર સાથે બપોરનું તાપમાન પણ વધવા લાગ્યું!
- Advertisement -
કુલ 11 સ્થળોએ 31થી 35 ડિગ્રી ઉપર તાપમાન નોંધાતા શિયાળામાં ઉનાળાનો અહેસાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચાલુ ફેબ્રુઆરી એટલે કે હજુ શિયાળો અને ફેબ્રુઆરીમાં તા.15 સુધી ઠંડી ચાલુ રહે છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી આશ્ર્ચર્યજનક રીતે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સવારની સાથે બપોરનું તાપમાન પણ સતત ઉંચકાવા લાગ્યું છે. હવામાન વિભાગ જણાવે છે કે, આ વેસ્ર્ટન ડિસ્ટબ્રન્સની અસર છે અને હજુ ચારેક દિવસ આવું હવામાન રહેશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે 34.3 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌરાષ્ટ્ર-કચ્છનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સુરતમાં રાજ્યનું સૌથી ઉંચુ તાપમાન 35.5 ડિગ્રી નોંધાવા પામ્યું હતું.
ઉપરાંત અમરેલીમાં 32.3, વડોદરામાં 31.8, ભુજમાં 32.4, દમણમાં 32.8, ડાંગમાં 34.4, ડિસામાં 31.4, દિવમાં 31 તથા નલિયામાં 32 અને પોરબંદરમાં 32.4 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
જ્યારે આજે સવારે રાજકોટમાં 17.8, પોરબંદરમાં 14.3, સુરતમાં 19, વેરાવળમાં 19.2 અને ઓખામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. તેમજ આજે સવારે અમદાવાદમાં 18.8, અમરેલીમાં 16.2, વડોદરામાં 18 તથા ભાવનગરમાં 18.8, ભુજમાં 17.2, દમણમાં 18.8, ડિસામાં 16.3, દિવમાં 17.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આમ આજે સવારે પણ ઠંડી સંપૂર્ણપણે ગાયબ રહેવા પામી હતી અને હુંફાળુ વાતાવરણ રહ્યું હતું.
- Advertisement -
રાજકોટનું છેલ્લા 15 વર્ષનું ફેબ્રુઆરીનું મહત્તમ તાપમાન
વર્ષ મહત્તમ તાપમાન તારીખ
2025 38.7 26 ફેબ્રુઆરી
2024 37.4 18 ફેબ્રુઆરી
2023 39.8 20 ફેબ્રુઆરી
2022 36.0 26 ફેબ્રુઆરી
2021 36.0 23 ફેબ્રુઆરી
2020 36.8 19 ફેબ્રુઆરી
2019 36.1 21 ફેબ્રુઆરી
2018 37.8 28 ફેબ્રુઆરી
2017 39.0 19 ફેબ્રુઆરી
2016 37.5 29 ફેબ્રુઆરી
2015 38.5 23 ફેબ્રુઆરી
2014 33.1 02 ફેબ્રુઆરી
2013 36.0 14 ફેબ્રુઆરી
2012 35.8 22 ફેબ્રુઆરી
2011 35.5 04 ફેબ્રુઆરી
રાજકોટમાં પવનની ગતિ 15 કિ.મી પ્રતિ કલાકથી વધુ
હાલમાં પવનની ગતિમાં ઘટાડો જોવા મળશે, પરંતુ 11 ફેબ્રુઆરીથી ફરીથી ગરમીનો પારો ઊંચકાશે. ખાસ કરીને 11થી 16 ફેબ્રુઆરી દરમિયાન પવનની ઝડપ વધીને 15 કિમી પ્રતિ કલાકથી વધુ થઈ શકે છે. દિવસના સમયે ગરમી અનુભવાશે, પરંતુ રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ યથાવત રહેશે, જે ડબલ ઋતુનો અનુભવ કરાવશે. તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશથી બચવા અને પાણીનું પ્રમાણ જાળવી રાખવા સલાહ આપવામાં આવી છે.



